ખાલિસ્તાની-ગેંગસ્ટર્સ વિરૂદ્ધ મોટી કાર્યવાહી! NIAની તવાઇ, એકસાથે 51 સ્થળોએ તાબડતોબ દરોડા

ખાલિસ્તાની-ગેંગસ્ટર્સ વિરૂદ્ધ મોટી કાર્યવાહી! NIAની તવાઇ, એકસાથે 51 સ્થળોએ તાબડતોબ દરોડા

09/27/2023 National

SidhiKhabar

SidhiKhabar

ખાલિસ્તાની-ગેંગસ્ટર્સ  વિરૂદ્ધ મોટી કાર્યવાહી! NIAની તવાઇ, એકસાથે 51 સ્થળોએ તાબડતોબ દરોડા

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર ટેરર નેટવર્ક પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી-એનસીઆર સહિત છ રાજ્યોમાં એક સાથે રેડ મારવામાં આવી રહી છે. NIA કુલ મળીને 51 સ્થળોએ પર રેડ કરી રહી છે.

પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં છુપાઈને બેઠેલા ગેંગસ્ટર્સનો સંબંધ ખાલિસ્તાની આતંકીઓ સાથે હોવાના પુરાવા મળ્યા છે. ખાલિસ્તાની આતંકીઓ દ્વારા જ ગેંગસ્ટર્સને હથિયાર મળતા રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેને ધ્યાનમાં રાખતા જ રેડ થઈ રહી છે.



રાજ્યોમાં 51 સ્થાનો પર છાપેમારી

રાજ્યોમાં 51 સ્થાનો પર છાપેમારી

NIAએ જણાવ્યું છે કે આ 6 રાજ્યોમાં 3 કેસમાં લૉરેન્સ બંબીહા અને અર્શ હલ્લા ગ્રુપના સહયોગિયો સાથે સંબંધિત 51 સ્થાનો પર છાપેમારી કરી રહી છે. પંજાબના ભઠિંડા અને મોગામાં NIAની ટીમ હાજર છે.

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા બાદથી જ લૉરેન્સ બિશ્નોઈ ગેંગ અને બંબીહા ગેંગ ચર્ચામાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે લૉરેન્સ બિશ્નોઈ ગેંગને ટક્કર આપવા માટે બંબીહા ગેંગે પાકિસ્તાનની મદદ પણ લીધી હતી. અર્શ ડલ્લા વિદેશમાં છુપાઈને બેઠો છે અને ત્યાંથી પોતાની ગુનાખોર પ્રવૃત્તિ કરે છે.


આ રાજ્યોમાં એન્ટીવ થયા ગેંગસ્ટર્સ

આ રાજ્યોમાં એન્ટીવ થયા ગેંગસ્ટર્સ

પાછલા થોડા મહિનાઓમાં પંજાબ, હરિયાણા, યુપી જેવા રાજ્યોમાં ગેંગસ્ટર્સ એક્ટિવ થઈ રહ્યા છે. આ ગેંગસ્ટર્સને પોતાના કામોને અંજામ આપવા માટે પૈસાની જરૂર પડી રહી છે. જે પડોસી દેશ પાકિસ્તાનથી આવતા ડ્રગ્સ અને ખાલિસ્તાની આતંકીઓ દ્વારા પુરા પડવામાં આવી રહ્યા છે. તેના ઉપરાંત ઘણા એવા ગેંગસ્ટર્સ છે જેમને હથિયારોની જરૂર છે. આ જરૂરીયાતોને પુરી કરવા માટે ખાલિસ્તાની આતંકીઓ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. NIAને ખબર છે કે આતંકીઓ અને ગેંગસ્ટર્સ દેશ માટે ખતરો બની શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top