સરકાર વિષકન્યા હોય છે, તે જેની સાથે જાય છે તેને.., આ શું બોલી ગયા નીતિન ગડકરી

સરકાર વિષકન્યા હોય છે, તે જેની સાથે જાય છે તેને.., આ શું બોલી ગયા નીતિન ગડકરી

09/30/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સરકાર વિષકન્યા હોય છે, તે જેની સાથે જાય છે તેને.., આ શું બોલી ગયા નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે બધુ સરકારના ભરોસે હોતું નથી. મારો અભિપ્રાય છે કે જે પાર્ટીની સરકાર હોય, તેને દૂર રાખો. સરકાર વિષકન્યા હોય છે, તે જેની સાથે જાય છે, તેને ડૂબાડી દે છે. તમે તેના લફડામાં ન પડો. તમારે જે પણ સબસિડી લેવી હોય એ લો, પરંતુ તે ક્યારે મળશે, મળશે કે નહીં તેનો કોઇ ભરોસો રહેતો નથી. નાગપુરમાં વિદર્ભ આર્થિક વિકાસ પરિષદ દ્વારા આયોજિત અમેઝિંગ વિદર્ભ પરિષદ કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી.


સબસિડી પર ગડકરીએ શું કહ્યું?

સબસિડી પર ગડકરીએ શું કહ્યું?

ગડકરીએ કહ્યું કે, મારા પુત્રએ આવીને કહ્યું કે સબસિડીમાં 450 કરોડ રૂપિયા મળ્યા છે અને ટેક્સના પૈસા જમા છે. તેણે પૂછ્યું કે તેને સબસિડી ક્યારે મળશે? મેં કહ્યું કે ભગવાનને પ્રાર્થના કરો કારણ કે કોઇ ભરોસો નથી કે તે મળશે. જ્યારે તે આવશે ત્યારે હવે લાડલી બેહન યોજના શરૂ થઇ ગઇ છે, તો સબસિડીના પૈસા તેના કામ માટે તેમને આપવા પડશે, સબસિડી અટવાઇ જાય તે સ્વાભાવિક છે.


આપણે આપણા ભરોસે આયોજન કરીએ

આપણે આપણા ભરોસે આયોજન કરીએ

નીતિન ગડકરીએ કહ્યું કે, વચ્ચે ટેક્સટાઇલવાળાઓના ઉદ્યોગ બંધ થઇ ગયા. તેમને પાવરની સબસિડી ન મળી. ટેક્સટાઇલવાળા બંધ થવાના આરે હતા. સમસ્યા એ છે કે આપણે જાતે જ આયોજન કરવું પડશે. સૌથી મોટી સમસ્યા આવી છે કે વિદર્ભમાં 500/1000 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે તેવા રોકાણકારોની અછત છે. આ કારણે મોટા પ્રોજેક્ટ અમારી પાસે આવી રહ્યા નથી. અમે સતત કોઇને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ અમને કોઇને મળતું નથી.

તેમણે કહ્યું કે, થોડા દિવસો અગાઉ સજ્જન જિંદાલ મારે ત્યાં આવ્યા હતા. તેમણે એમજી હેક્ટર કંપનીને ટેકઓવર કરી છે. તેમણે ઇલેક્ટ્રિક ગાડી તૈયાર કરી છે. મેં તેમને કહ્યું હતું કે હું ગાડી તો જોઉં છું, પરંતુ પહેલા તમે નાગપુરમાં કંઇક શરૂ કરો. ઇલેક્ટ્રિક બસ, ઇલેક્ટ્રિક ટ્રક પરંતુ અમને એવું કોઇ મોટું યુનિટ મળ્યું નથી. બુટીબોરીમાં ઘણા એકમો શરૂ થયા છે, ઘણા એકમો બંધ છે, જે જમીન ખરીદે છે તેઓ વેચતા પણ નથી અને નવા એકમો આવતા પણ નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top