રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાની પત્નીએ જ વટાણા વેરી નાખ્યા! મીડિયાને એવું

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાની પત્નીએ જ વટાણા વેરી નાખ્યા! મીડિયાને એવું બયાન આપી દીધું કે...

06/22/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાની પત્નીએ જ વટાણા વેરી નાખ્યા! મીડિયાને એવું

President Election : મહારાષ્ટ્રનો મામલો ગરમાયો, એમાં એક મહત્વના સમાચારને મીડિયામાં મળવું જોઈએ એટલું કવરેજ મળ્યું નથી. એ સમાચાર એટલે રાષ્ટ્રપતિપદ માટે જાહેર થયેલા ઉમેદવારોની વાત. વિપક્ષોએ લાંબા સમય બાદ કોઈ એક મુદ્દે એકતા સાધીને યશવંત સિંહાને પોતાના સર્વમાન્ય ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સામી બાજુએ ભાજપ તરફથી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ખુદ યશવંત સિંહાના પત્નીએ મીડિયાને એવું બયાન આપી દીધું કે...


યશવંત સિંહા વિષે એમના પત્નીએ શું કહ્યું?

યશવંત સિંહા વિષે એમના પત્નીએ શું કહ્યું?

યશવંત સિન્હા એક સમયે ભાજપના દિગ્ગજ નેતાઓમાં ગણાતા હતા. વાજપેયી સરકારમાં તેઓ નાણા મંત્રાલય અને વિદેશ મંત્રાલય જેવા અતિમહત્વના પોર્ટફોલિયોઝ સંભાળી ચૂક્યા છે. પણ 2014ની લોકસભા ચૂંટણી સમયે ભાજપે યશવંત સિંહાને બદલે એમના પુત્ર જયંત સિંહાને ટિકિટ આપી, એ પછી યશવંત પોતાની જ પાર્ટીથી વંકાયા હતા. આ તિરાડ મોદીયુગમાં એટલી ઊંડી થતી ગઈ કે છેવટે યશવંત સિંહા છેવટે પોતાની માતૃસંસ્થા છોડીને મમતા બેનરજીની તતૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમગ્ર વિપક્ષે યશવંત સિંહાને પોતાના સર્વમાન્ય ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે.

આ દરમિયાન મીડિયાએ યશવંત સિંહાના પત્ની નીલિમા સિંહા સાથે વાત કરી હતી. નીલિમા સિંહે કહ્યું હતું કે યશવંત સરળ માણસ છે, પરંતુ સિદ્ધાંતો પર અડી જાય તો લડાઈ વહોરી લે છે. પત્રકારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં યશવંત સિંહાની ઉમેદવારી વિષે પૂછ્યું ત્યારે નીલિમા સિંહે વટાણા વેરી નાખ્યા હતા. એમણે કહ્યું હતું કે સિંહાના જીતવાની બહુ આશા નથી!


ક્યા પક્ષ પાસે કેટલા મત છે?

ક્યા પક્ષ પાસે કેટલા મત છે?

આંકડાઓ મુજબ ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ સામે વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા કમજોર જણાઈ રહ્યા છે. દેશના હવે પછીના રાષ્ટ્રપતિ કોણ બનશે, એ તો ચૂંટણીના પરિણામો બાદ જુલાઈ મહિનામાં જ ખબર પડશે, પણ અત્યારના આંકડાઓ મુજબ તો મુર્મુનું પલ્લું ભારી લાગે છે. ભાજપ અને સાથી પક્ષો, એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયંસ – NDA પાસે હાલમાં 5,26,420 મતો છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતવા માટે મુર્મુને 5,39,420 મતોની જરૂર પડશે. મુર્મુ ઓરિસ્સાના વતની હોવાથી સ્વાભાવિક રીતે જ બીજું જનતાદળનું સમર્થન મુર્મુને જશે. જેથી બીજું જનતા દળ – BJDના 31000 મતો મુર્મુને જ મળશે. મુખ્યમંત્રી નવીન પટનાયક પહેલેથી જ મુર્મુને સમર્થન જાહેર કરી ચૂક્યા છે. જો YRS Congress પણ મુર્મુનું સમર્થન કરે, તો બીજા 43000 મતોનો બંદોબસ્ત થઇ જશે. આમ મુર્મુને છ લાખ કરતા વધુ મતો આસાનીથી મળી જશે.

આ ઉપરાંત મુર્મુ પોતે આદિવાસી સમાજમાંથી આવે છે, એટલે આદિવાસીઓને નામે રાજનીતિ કરનાર ઝારખંડ મુક્તિ મોરચા ઉપર પણ મુર્મુને સમર્થન આપવાનું દબાણ રહેશે. જો એમ થાય તો મુર્મુના ખાતામાં બીજા 20000 મતો ઉમેરાશે.

આ સામે યશવંત સિંહાને આપવા માટે વિપક્ષ પાસે માત્ર 3,70,709 મતોની જ વ્યવસ્થા છે! આમ જુઓ તો નીલિમા સિંહની વાત ખોટી નથી, પણ રાષ્ટ્રપતિની આ ચૂંટણી વિપક્ષી એકતા સિદ્ધ કરવા માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે. NDA સમર્થિત ઉમેદવાર જીતે તો પણ વિપક્ષ પોતાની એકતા સાબિત કરવામાં સફળ રહેશે તો ભવિષ્યમાં એનો ફાયદો થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top