તહેરિકે ઇન્સાફના નેતા ફવાદ ચૌધરી એન્ટી ટેરરીસ્ટ સ્કવોડને જોતાની સાથે કૂદકો મારીને કારમાંથી ઉતરી

તહેરિકે ઇન્સાફના નેતા ફવાદ ચૌધરી એન્ટી ટેરરીસ્ટ સ્કવોડને જોતાની સાથે કૂદકો મારીને કારમાંથી ઉતરી ભાગ્યા! જુઓ વિડીયો

05/16/2023 World

SidhiKhabar

SidhiKhabar

તહેરિકે ઇન્સાફના નેતા ફવાદ ચૌધરી એન્ટી ટેરરીસ્ટ સ્કવોડને જોતાની સાથે કૂદકો મારીને કારમાંથી ઉતરી

fawad chaudhri news: પાકિસ્તાનની મૌજુદા હાલત એકદમ ખસ્તા છે. એક સમયે લોકોને પાકિસ્તાન આર્મીનો ડર લાગતો હતો, પણ હાલમાં તો પ્રજા આર્મીના જ હેડ ક્વાર્ટર્સ ઉપર હુમલાઓ કરી રહી છે! એમાં વળી ઈમરાન ખાન અને એમની પાર્ટીના અન્ય નેતાઓની ધરપકડના મામલે શાહબાઝ શરીફ સરકાર અને પાકિસ્તાની કોર્ટ સામસામે આવી ગયા છે. આજે આવા જ કારણોસર PTI ના નેતા ફવાદ ચૌધરીએ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડને જોતાની સાથે જ દોટ મૂકી હતી!


કોર્ટમાં શું બન્યું? જુઓ વિડીયો

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ફવાદ ચૌધરીને ઇસ્લામાબાદ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. પરંતુ કોર્ટમાંથી નીકળીને જેવા તેઓ પોતાની કારમાં બેસવા ગયા, કે સામે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના પોલીસ દેખાયા. ફવાદ સમજી ગયા કે એ લોકો એમની ધરપકડ કરવા આવી રહયા છે. એટલે એક સેકન્ડનો ય વિલંબ કર્યા વિના ફવાદે કારમાંથી કૂદકો મારીને કોર્ટ તરફ દોટ મૂકી, અને કોર્ટ પરિસરમાં ઘૂસી ગયો! આ આખો હાઈ-વોલ્ટેજ ડ્રામા લોકોએ મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો.

અહીં નવાઈની વાત એ છે કે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ પોલીસે ફવાદની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top