પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે ફરી વધારો : જાણો તમારા શહેરમાં શું છે ભાવ

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે ફરી વધારો : જાણો તમારા શહેરમાં શું છે ભાવ

07/04/2021 Business

SidhiKhabar

SidhiKhabar

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે ફરી વધારો : જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો (Petrol-Diesel Price) ગઈકાલે સ્થિર રહ્યા બાદ આજે ફરીથી ભાવ વધ્યા છે. આજે પેટ્રોલની કિંમતમાં ૩૫ પૈસા અને ડિઝલના ભાવમાં ૧૮ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. નવા ભાવવધારા બાદ આજથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૯.૫૧ રૂપિયા અને ડિઝલની કિંમતમાં ૮૯.૩૬ રૂપિયા લિટર થઇ ગઈ છે.

આ પહેલા શનિવારે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. તે જ્યારે શુક્રવારે પેટ્રોલની કિંમતમાં ૩૫ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ ડિઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો ન હતો.

ક્યાં કેટલો ભાવ?

મુંબઈમાં રવિવારે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર ૧૦૫.૫૮ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૬.૯૧ રૂપિયા થઈ ગઈ છે. આ જ રીતે ચેન્નાઈમાં પણ પેટ્રોલનો ભાવ ૧૦૦.૪૪ રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૯૩.૯૧ રૂપિયા પર પહોંચી ગયો છે. કોલકાતામાં પેટ્રોલની નવીનતમ કિંમત પ્રતિ લિટર રૂ. ૯૯.૪૫ છે અને ડીઝલની કિંમત ૯૨.૨૭ રૂપિયા જેટલી થઇ છે.

સ્થાનિક ટેક્સના જુદા જુદા દરોને કારણે ઇંધણના ભાવ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. રવિવારે બળતણની કિંમતોમાં વધારો ૪ મે પછી ૩૪ મો વધારો છે. અગાઉ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે ૧૮ દિવસ સુધી બળતણની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહતો. કુલ ૩૪ વખત ભાવવધારા સાથે પેટ્રોલ ૯,૧૧ રૂપિયા/લિટર જ્યારે ડીઝલ 33 વખત ભાવવધારા સાથે રૂ. ૮.૬૩ પ્રતિ લિટર મોંઘુ થયું છે.

ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં માનક બળતણના છેલ્લા 15 દિવસના સરેરાશ ભાવ અને વિદેશી વિનિમય દરના આધારે દૈનિક ધોરણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે. માંગમાં સુધારો થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ તાજેતરમાં વધી ગયા છે. એપ્રિલ ૨૦૧૯ પછી પ્રથમ વખત સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૭૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

રોજ અપડેટ થાય છે પેટ્રોલ-ડિઝલના ભાવ

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો અને વિદેશી ચલણના દર હિસાબે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં રોજ ફેરફાર કરવામાં આવે છે. ત્યારબાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ રિવ્યૂ કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ નક્કી કરે છે. જોકે, ક્યારેક પેટ્રોલ અને ડિઝલના ભાવ ન બદલીને સ્થિર પણ રાખવામાં આવે છે.

આ રીતે જાણો તમારા શહેરનો ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમતો રોજ અપડેટ કરવામાં આવે છે. આ સ્થિતિમાં પોતાના શહેરના પેટ્રોલ અને ડિઝલના ભાવ જાણવા માટે એક SMS મોકલીને માહિતી મેળવી શકાય છે. આ માટે ઇન્ડિયન ઓઈલના ગ્રાહકોએ RSP કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર SMS કરવાનો રહે છે.

 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top