PM મોદીએ 3 સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર દેશને કર્યા સમર્પિત, તેની વિશેષતા જાણીને તમે પણ ચોંકી જશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં બનેલા ત્રણ સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કર્યા. ઉદ્ઘાટન પહેલા તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, 'ટેકનોલોજી સંબંધિત નવીનતાને પ્રોત્સાહન! આજે લગભગ 5:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હું 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટિંગ સિસ્ટમ અને હવામાન અને આબોહવા માટે હાઇ પરફોરમિંગ કમ્પ્યુટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કરીશ. હું ખાસ કરીને મારા યુવા મિત્રોને આગ્રબ કરીશ કે તેઓ તેમાં સામેલ થાય.
તમને જણાવી દઇએ કે આ સુપર કોમ્પ્યુટર ખૂબ ફાસ્ટ અને શક્તિશાળી હોય છે. તેઓ ખૂબ જ ઓછા સમયમાં જટિલ ગણતરીઓ પૂર્ણ કરી શકે છે. સુપર કોમ્પ્યુટર એકસાથે એટલી મોટી માત્રામાં ડેટા પ્રોસેસ કરી શકે છે જેટલુ એક સામાન્ય કોમ્પ્યુટર કલ્પના પણ કરી શકતું નથી. આ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ વૈજ્ઞાનિક અને સંશોધન કાર્યમાં થાય છે.
PM મોદીએ જે ત્રણ નવા સુપર કોમ્પ્યુટર પરમ રુદ્રને દેશને સમર્પિત કર્યા તેમને પુણે, દિલ્હી અને કોલકાતામાં સ્થાપિત કરવામાં આવશે. આ કમ્પ્યુટર્સમાં લેટેસ્ટ કટિંગ હાર્ડવેર અને સોફ્ટવેર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના મોટાભાગના ઘટકો ભારતમાં ઉત્પાદિત અને એસેમ્બલ કરવામાં આવ્યા છે. સામાન્ય કોમ્પ્યુટરને જે કામ પૂરુ કરવા 500 વર્ષ જેટલો સમય લાગે તે કામ સુપર કોમ્પ્યુટર દ્વારા ખુબ જ ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે.
With Param Rudra Supercomputers and HPC system, India takes significant step towards self-reliance in computing and driving innovation in science and tech. https://t.co/ZUlM5EA3yw — Narendra Modi (@narendramodi) September 26, 2024
With Param Rudra Supercomputers and HPC system, India takes significant step towards self-reliance in computing and driving innovation in science and tech. https://t.co/ZUlM5EA3yw
પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ હવામાનની આગાહી, આબોહવા, સામગ્રી વિજ્ઞાન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં થશે. પુણેમાં વિશાળ મીટર રેડિયો ટેલિસ્કોપ ફાસ્ટ રેડિયો બર્સ્ટ અને અન્ય ખગોળીય ઘટનાઓને શોધવા માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરશે. આ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ દિલ્હીમાં ઇન્ટર યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર (IUAC) ખાતે મટીરીયલ સાયન્સ અને ન્યુક્લિયર ફિઝિક્સમાં સંશોધન માટે કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp