PM નરેન્દ્ર મોદીને વધુ એક દેશે પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા; જુઓ વીડિયો

PM નરેન્દ્ર મોદીને વધુ એક દેશે પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા; જુઓ વીડિયો

07/05/2025 World

SidhiKhabar

SidhiKhabar

PM નરેન્દ્ર મોદીને વધુ એક દેશે પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા; જુઓ વીડિયો

PM Modi conferred with order of Trinidad & Tobago Caribbean nations highest civilian honour: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને દેશની યાત્રા દરમિયાન આપવામાં આવ્યું હતું. તેને સ્વીકારતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘હું 140 કરોડ ભારતીયો વતી આ સન્માન સ્વીકારું છું.

ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસ્સેસર અને સમગ્ર મંત્રીમંડળે પિઆર્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગત સમારોહની ખાસ વાત એ હતી કે બધા મંત્રીઓ પરંપરાગત ભારતીય પોશાકમાં જોવા મળ્યા હતા. ભારતીય પૌરાણિક પાત્રોના વેશભૂષામાં  કલાકારોએ એરપોર્ટ પર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી, જે વડાપ્રધાન મોદી હોટલ પહોંચ્યા ત્યાં સુધી ચાલુ રહ્યું.

વડાપ્રધાન મોદીએ સાંજે ત્યાં સંસદને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે મને આ પ્રતિષ્ઠિત રેડ હાઉસમાં તમારી સાથે વાત કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનો ગર્વ છે. આ ઐતિહાસિક લાલ ઇમારતે ત્રિનિદાદ અને ટોબેગોના લોકોના સ્વતંત્રતા અને સન્માન માટે સંઘર્ષ અને બલિદાનનું સાક્ષી રહી છે. આપણા બંને રાષ્ટ્રો ઔપનિવેશિક શાસનના છાયામાંથી બહાર નીકળીને પોતાની સ્યાહીના રૂપમાં સાહસ અને પોતાની કલમના રૂપમાં લોકતંત્ર સાથે પોતાની કહાનીઓ લખવા માટે ઉભર્યા.


બિહારનું યોગદાન દુનિયાને માર્ગ બતાવે છે

બિહારનું યોગદાન દુનિયાને માર્ગ બતાવે છે

તેમણે કહ્યું કે આજે આપણા બંને દેશ આધુનિક દુનિયામાં ગૌરવપૂર્ણ લોકશાહી અને તાકતના સ્તંભના રૂપમાં ઉભા છે. તમે બધા જાણો છો કે ભારતમાં લોકશાહી માત્ર એક રાજનીતિક મોડલ નથી. આપણા માટે તે જીવન શૈલી છે, આપનો હજારો વર્ષોનો મહાન વારસો છે. વડાપ્રધાન મોદીએ બિહારના વારસા પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે બિહારનો વારસો ભારત અને વિશ્વનું ગૌરવ છે. બિહારે લોકશાહી, રાજકારણ અને રાજદ્વારી જેવા અનેક ક્ષેત્રોમાં સદીઓથી દુનિયાને માર્ગ બતાવ્યો છે. 21મી સદીમાં પણ બિહારમાંથી નવી તકો જન્મ લેશે. આ સંસદમાં ઘણા મિત્ર એવા છે જેમના પૂર્વજો બિહારના છે. તે બિહાર જે મહા-જનપદ એટલે કે પ્રાચીન ગણરાજ્યોની ભૂમિ છે.


ભારતીય મૂળના નાગરિકો માટે એક મોટી ભેટ

ભારતીય મૂળના નાગરિકો માટે એક મોટી ભેટ

પ્રવાસી ભારતીયોએ 'ભારત માતા કી જય' અને 'મોદી-મોદી' ના નારા સાથે હોટલમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું. આ દરમિયાન ભોજપુરી છઉતાલ અને ઓર્કેસ્ટ્રાના સૂરોએ વાતાવરણને જીવંત બનાવી દીધું. પ્રવાસી ભારતીયોની યાત્રાની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમણે પોતાની માટી છોડી પરંતુ પોતાનો આત્મા નહીં. તેઓ માત્ર પ્રવાસી નહોતા, તેઓ એક કાલાતીત સભ્યતાના સંદેશવાહક હતા.

મોટી જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હવે છઠ્ઠી પેઢી સુધીના ભારતીય મૂળના નાગરિકોને OCI (ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ભારત) કાર્ડ પાત્રતા આપવામાં આવશે. તેનાથી તેમને ભારતમાં રહેવા અને કામ કરવાનો કાયદેસર અધિકાર મળશે. લગભગ 13 લાખની વસ્તી ધરાવતા આ નાના ટાપુ દેશમાં, 45 ટકા લોકો ભારતીય મૂળના છે, જેમાંથી મોટાભાગના બિહાર અને ઉત્તર પ્રદેશના ભોજપુરી ભાષી જિલ્લાઓમાંથી આવ્યા છે. તેમના પૂર્વજોને બ્રિટિશ રાજ દરમિયાન કરારબદ્ધ મજૂર તરીકે અહીં લઈ જવામાં આવ્યા હતા અને અહીં સ્થાયી થયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top