રક્ષક જ બન્યો ભક્ષક, યુવક સાથે અપ્રાકૃતિક સેક્સના આરોપમાં પોલીસ અધિકારી સસ્પેન્ડ

રક્ષક જ બન્યો ભક્ષક, યુવક સાથે અપ્રાકૃતિક સેક્સના આરોપમાં પોલીસ અધિકારી સસ્પેન્ડ

04/01/2025 National

SidhiKhabar

SidhiKhabar

રક્ષક જ બન્યો ભક્ષક, યુવક સાથે અપ્રાકૃતિક સેક્સના આરોપમાં પોલીસ અધિકારી સસ્પેન્ડ

બિહારના બેગુસરાયથી એક પોલીસ અધિકારી સાથે જોડાયેલો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પર એક છોકરાને મદદ કરવાના બહાને પોતાના ઘરે બોલાવીને તેની સાથે અપ્રાકૃતિક સેક્સ કરવાનો આરોપ છે. આ મામલામાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જની અટકાયત કરવામાં આવી છે અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.


શું છે સમગ્ર મામલો?

શું છે સમગ્ર મામલો?

આરોપ છે કે, બેગુસરાયમાં થયેલા કેસમાં મદદના નામે  યુવકને બોલાવીને અપર પોલીસ સ્ટેશનના અધ્યક્ષે અપ્રાકૃતિ સેક્સ કર્યોં હતો. ઘટના બાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો, ત્યારબાદ આરોપી પોલીસ અધિકારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પીડિતની મેડિકલ તપાસ કરાવીને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, 28 માર્ચે પીડિતના પિતાને મારામારીના એક કેસમાં નવકોઠી પોલીસ સ્ટેશનની જેલમાં મોકલ્યો હતો. આરોપ છે કે એડિશનલ પોલીસ સ્ટેશન અધિક્ષકે મદદના નામે જેલમાં મોકલવામાં આવેલા વ્યક્તિના પરિવારના એક સભ્યને પોતાના ખાનગી નિવાસસ્થાને બોલાવ્યો અને તેની સાથે ખોટું કામ કર્યું.


યુવકે પોલીસ અધિકારી પર અપ્રાકૃતિક સેક્સનો આરોપ લગાવ્યો

યુવકે પોલીસ અધિકારી પર અપ્રાકૃતિક સેક્સનો આરોપ લગાવ્યો

જ્યારે પીડિત યુવકે તેના પરિવારજનોને આ અંગે ફરિયાદ કરી તો પરિવારના સભ્યો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હોબાળો કરવા લાગ્યા. મામલાની ગંભીરતા જોઈને બખરીના DSP કુંદન કુમાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સમગ્ર મામલાની તપાસ કરી. આ પછી આરોપી પોલીસ અધિકારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

આ મામલામાં SP મનીષે એક પ્રેસ રીલિઝ જાહેર કરી છે, જેમાં યુવકે પોલીસ અધિકારી પર અપ્રાકૃતિક સેક્સનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં FIR નોંધવામાં આવી છે અને આરોપી પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હાલમાં પોલીસે બંનેની મેડિકલ તપાસ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top