પ્રશાંત કિશોરે બતાવ્યા એ 3S, જે નીતિશ કુમાર માટે ખતરો બની શકે છે

પ્રશાંત કિશોરે બતાવ્યા એ 3S, જે નીતિશ કુમાર માટે ખતરો બની શકે છે

09/30/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

પ્રશાંત કિશોરે બતાવ્યા એ 3S, જે નીતિશ કુમાર માટે ખતરો બની શકે છે

જન સૂરાજના નેતા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર 2 ઓક્ટોબરે પાર્ટીની જાહેરાત કરવા જઈ રહ્યા છે. એ અગાઉ રવિવારે તેમણે પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે પોતાની પાર્ટીનો રોડમેપ બતાવ્યો હતો. સાથે જ મુખ્યમંત્રી નીતિશ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે 'અમે નીતિશજીને લાવ્યા નહોતા, 2005માં બિહારના લોકો નીતિશ કુમારને લાવ્યા હતા. આ બિહારમાં અમે સૂત્ર આપ્યું હતું કે બિહારથી બહાર થાવ નીતિશ કુમાર. આજે અમે તેમની સામે કેમ ઉભા છીએ? આ એક યોગ્ય પ્રશ્ન છે. 2014ના નીતિશ કુમાર અને 2024ના નીતિશ કુમાર વચ્ચે દુનિયાભરનો તફાવત છે. નીતિશ કુમારની તાબૂત (શબપેટી)ના છેલ્લા ત્રણ તીર તેમને ડુબાડી દેશે. તેમને 3S લઇ ડૂબશે. ચાલો જાણીએ 3S શું છે .


શું છે 3S, જે પીકેના મતે નીતિશ કુમાર માટે ખતરો બની શકે છે

શું છે 3S, જે પીકેના મતે નીતિશ કુમાર માટે ખતરો બની શકે છે

પ્રશાંત કિશોરે 3S વિશે ચર્ચા કરી છે જે નીતિશ કુમાર માટે ખતરો છે. તેમના મતે, આ 3S શરાબબંદી (દારૂબંદી), સર્વે અને સ્માર્ટ મીટર છે. તેમણે કહ્યું કે નીતિશ કુમાર આ ત્રણ કારણોને દૂર કરશે. સ્માર્ટ મીટર વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ગરીબોને સ્માર્ટ મીટર લગાવવાની ફરજ પાડવામાં આવી રહી છે અન્યથા તેમણે અંધકારમાં જીવવું પડશે. આ ઉપરાંત તેમણે દારૂબંધી અને સર્વેની પણ ચર્ચા કરી હતી.


પ્રશાંત કિશોરનો નીતિશ કુમાર પર જોરદાર હુમલો

પ્રશાંત કિશોરનો નીતિશ કુમાર પર જોરદાર હુમલો

પ્રશાંત કિશોરે કહ્યું કે જે નીતિશ કુમાર સાથે તેઓ હતા, તેમાં સુશાસનની છબી હતી. બિહારમાં સુધારાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આજે હું જે નીતિશ કુમારનો વિરોધ કરી રહ્યો છું, આ એ નીતિશ કુમાર છે જેમના માટે ગામે-ગામના લોકો કહી રહ્યા છે કે આજે બિહારમાં અધિકારીઓનું જંગલ રાજ છે. બિહારને કોઈ ધારાસભ્ય કે મંત્રી નહીં, પરંતુ કેટલાક અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. નિવૃત્ત અધિકારીઓને સલાહકાર બનાવીને તેઓ બિહારના ભાગ્યના નિર્માતા બની બેઠા છે. 4 અધિકારી મળીને સમગ્ર બિહાર ચલાવી રહ્યા છે.

ચૂંટણી રણનીતિકારે વધુમાં કહ્યું કે હું એ નીતિશ કુમારનો વિરોધ કરી રહ્યો છું, જેમણે સમગ્ર બિહારની જનતાનું ભવિષ્ય ચાર અધિકારીઓના હાથમાં છોડી દીધું છે. હું એ નીતિશ કુમારનો વિરોધ કરી રહ્યો છું, જેમની સરકારમાં કોરોનાકાળમાં લાખો બાળકો અને લાખો બિહારવાસીઓ રસ્તા પર ભટકી રહ્યા હતા અને નીતિશ કુમાર ઘરની બહાર નીકળ્યા નહોતા. જ્યારે નીતિશ કુમારની પાર્ટીના 42 ધારાસભ્યો જીતીને પાછા આવ્યા ત્યારે તેમણે ત્રણ-ચાર વખત મારો સંપર્ક કર્યો અને મેં તેમને સલાહ આપી કે તમારા 42 ધારાસભ્યો વિજયી બનીને પાછા આવ્યા. તમે મુખ્યમંત્રી ન બનો. 6:00 વાગ્યા સુધી તેમનો નિર્ણય હતો કે તેઓ મુખ્યમંત્રી નહીં બને, પરંતુ પછી તેઓ મુખ્યમંત્રી બની ગયા, એ કુમારનો હું વિરોધ કરું છું. નીતિશ કુમાર પાસે માત્ર એક જ પ્રાથમિકતા બચી છે, તે છે ફેવિકોલ લગાવીને ખુરશી પર બેસી રહો. બિહારના લોકો સાથે જે થઈ રહ્યું છે તે થવા દો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top