આ દેશના જંગલોમાં શૂટ થશે પુષ્પા 2નું ક્લાઇમેક્સ સીન, જાણો મેકર્સનો સ્પેશિયલ પ્લાન

આ દેશના જંગલોમાં શૂટ થશે પુષ્પા 2નું ક્લાઇમેક્સ સીન, જાણો મેકર્સનો સ્પેશિયલ પ્લાન

08/08/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

આ દેશના જંગલોમાં શૂટ થશે પુષ્પા 2નું ક્લાઇમેક્સ સીન, જાણો મેકર્સનો સ્પેશિયલ પ્લાન

ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મે માત્ર તેલુગુમાં જ નહીં, પરંતુ હિન્દી બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ માટે અલ્લૂનને બેસ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. જેના કારણે આગામી ફિલ્મને લઈને લોકોની ઉત્સુકતા પણ વધારે છે. ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં જ એક ક્લિપ શેર કરી હતી જેમાં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ હાલમાં ફિલ્મના ક્લાઈમેક્સ સીનનું શૂટિંગ કરી રહ્યા છે.


આ દેશમાં થશે શૂટિંગ

આ દેશમાં થશે શૂટિંગ

ફિલ્મના ઓફિશિયલ હેન્ડલે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'પુષ્પા 2 ધ રૂલનું એક્શન ક્લાઈમેક્સ સીન હાલમાં શૂટ થઈ રહ્યું છે. આ ફિલ્મ 6 ડિસેમ્બર 2024ના રોજ રીલિઝ થશે. હવે ETimes ના અહેવાલ મુજબ, ફિલ્મનું એક્શન સીન શ્રીલંકાનું શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મની ટીમ સપ્ટેમ્બરથી શ્રીલંકામાં શૂટિંગ શરૂ કરશે. જો સૂત્રોનું માનીએ તો, ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં શ્રીલંકાના જંગલોમાં કથશે, જ્યાં અલ્લૂ અર્જૂન અને તેની ટીમના સભ્યો કેટલાક નોર્મલ સીન્સ અને કેટલાક એક્શન સીન્સ શૂટ કરશે.

ફિલ્મના પહેલા ભાગમાં જોવા મળેલી રશ્મિકા મંદન્ના અને ફહદ ફાજિલ પણ પાર્ટ 2માં જોવા મળશે. આ ફિલ્મ અગાઉ 15 ઑગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ શૂટિંગમાં વિલંબને કારણે તેની રીલિઝ ડેટ 6 ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે. જો કે, નિર્માતાઓએ ફિલ્મના ટીઝર અને 2 ગીતો પહેલા જ રીલિઝ કરી દીધા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top