Priceless Smile : હમેંશા ગંભીર રહેતા રાહુલ દ્રવિડને આટલા ખુશ જોઈ ફેન્સ ચોંક્યા, વાયરલ થયો વીડિય

Priceless Smile : હમેંશા ગંભીર રહેતા રાહુલ દ્રવિડને આટલા ખુશ જોઈ ફેન્સ ચોંક્યા, વાયરલ થયો વીડિયો

01/13/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

Priceless Smile : હમેંશા ગંભીર રહેતા રાહુલ દ્રવિડને આટલા ખુશ જોઈ ફેન્સ ચોંક્યા, વાયરલ થયો વીડિય

સ્પોર્ટ્સ ડેસ્ક : રાહુલ દ્રવિડ ભારતના એવા બે ખેલાડીઓમાં સામેલ છે, જેમણે ટેસ્ટ અને વન-ડે બંનેમાં દસ હજારથી વધુ રન નોંધાવ્યાં. ઈડન ગાર્ડન્સ મેદાન પર ભારત-શ્રીલંકા વચ્ચે યોજાયેલી બીજી વન-ડે મેચ દરમ્યાન ટીવી સ્ક્રીન પર રાહુલ દ્રવિડના રેકોર્ડ્સને બતાવવામાં આવ્યો. જેને જોઇને રાહુલ દ્રવિડ પણ પોતાનુ હાસ્ય રોકી શક્યા નહીં.


રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ અને 340 વન-ડે મેચમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ

રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ અને 340 વન-ડે મેચમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ

ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો સમાવેશ દુનિયાના મહાન ખેલાડીઓમાં કરવામાં આવે છે. 50 વર્ષના રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ અને 340 વન-ડે મેચમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ. આ સાથે 2005-07 દરમ્યાન ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. દ્રવિડ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ચોથો સૌથી વધુ રન બનાવનારા ખેલાડી છે. તો વન-ડે આંતરરાષ્ટ્રીયમાં તેમણે 10 હજાર રનનો આંકડો પાર કર્યો હતો. 


રાહુલ દ્રવિડે પોતાનો 50મો જન્મ દિવસ મનાવ્યો

રાહુલ દ્રવિડે બુધવારે પોતાનો 50મો જન્મ દિવસ મનાવ્યો. તેમણે પોતાના જન્મ દિવસ કોલકત્તામાં ભારતીય ટીમના સભ્યોની સાથે મનાવ્યો. ગુરૂવારે ઈડન ગાર્ડનના મેદાનમાં ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી વન-ડે મેચ દરમ્યાન પણ રાહુલ દ્રવિડની કારકિર્દીને લઇને ખૂબ ચર્ચા થઇ. એક બાજુ ટીવી સ્ક્રીન પર રાહુલ દ્રવિડના રેકોર્ડસને બતાવવામાં આવ્યો. જેને જોઇને દ્રવિડ પોતાનુ હાસ્ય રોકી શક્યા નહીં.


દ્રવિડને નવેમ્બર 2021માં ભારતીય પુરૂષ ટીમનો મુખ્ય કોચ પસંદ કરાયો

દ્રવિડને નવેમ્બર 2021માં ભારતીય પુરૂષ ટીમનો મુખ્ય કોચ પસંદ કરાયો

દ્રવિડને નવેમ્બર 2021માં ભારતીય પુરૂષ ટીમનો મુખ્ય કોચ પસંદ કરવામાં આવ્યો હતો. હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડ ટી20 વર્લ્ડ કપ 2022 બાદના સવાલના દાયરામાં રહ્યાં છે. મહત્વનું છે કે દ્રવિડના માર્ગદર્શનમાં ભારતીય ટીમ ટી20 વિશ્વ કપ 2022ની સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ તેની મહત્વની મેચમાં ઈંગ્લેન્ડ તરફથી 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને લઇને આ મહિને બીસીસીઆઈની એક સમીક્ષા બેઠક થઇ હતી, જેમાં રાહુલ દ્રવિડે પણ ભાગ લીધો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top