રજનીકાંતની તબિયત અચાનક લથડી, ચેન્નાઇની હૉસ્પિટલમાં દાખલ, સામે આવ્યું હેલ્થ અપડેટ
ફિલ્મ 'વેટ્ટૈયન'ને લઇને ચર્ચામાં રહેલા દિગ્ગજ અભિનેતા રજનીકાંત સોમવારે મોડી રાત્રે અચાનક બીમાર થઇ ગયા હતા, ત્યારબાદ તેમને ઇમરજન્સીમાં ચેન્નાઇની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે 73 વર્ષીય રજનીકાંતને અચાનક પેટમાં તીવ્ર દુઃખાવો થયો, ત્યારબાદ તેમના પરિવારે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા. ડૉક્ટરોએ જણાવ્યું કે અભિનેતાની હાલત સ્થિર છે. સાઉથના દિગ્ગજ સ્ટારના ખરાબ સ્વાસ્થ્યના સમાચાર સામે આવ્યા બાદ તેના ફેન્સ ખૂબ જ ચિંતિત છે. દક્ષિણમાં લોકો રજનીકાંતને ભગવાનની જેમ પૂજે છે. ચાહકો રજનીકાંતને પ્રેમથી 'થલાઇવા' કહીને બોલાવે છે. લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, રજનીકાંતને મંગળવારે વૈકલ્પિક પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સાઇ સતીશની ટીમ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં તેમની તબિયત સ્થિર છે. રજનીકાંતની પત્ની લતાએ સુપરસ્ટારની હેલ્થ અપડેટ આપી છે. તેણે વધારે માહિતી આપી નહોતી, માત્ર એટલું જ કહ્યું હતું કે હવે બધું બરાબર છે. ઉલ્લેખનીય છે કે એક દાયકા અગાઉ સિંગાપોરમાં સુપરસ્ટારને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવી અને તાજેતરમાં જ તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી.
દક્ષિણમાં લોકો રજનીકાંતને ભગવાનની જેમ પૂજે છે. ચાહકો રજનીકાંતને પ્રેમથી 'થલાઇવા' કહીને બોલાવે છે. તમને જણાવી દઇએ કે વર્ષ 1978માં આવેલી ફિલ્મ 'ભૈરવી' બાદ તેમને 'થલાઇવા' નામ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મ બાજ તેઓ ઘણી હિટ થઇ ગયા, તેથી તેમને આ ટાઇટલ આપવામાં આવ્યું હતું.
રજનીકાંત હાલમાં બે ફિલ્મોમાં વ્યસ્ત છે. તેની પહેલી ફિલ્મ 10 ઓક્ટોબરે રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મનું નામ 'વેટ્ટૈયન' છે. હૉસ્પિટલમાં દાખલ થવા અગાઉ રજનીકાંત તાજેતરમાં જ તેમની આગામી ફિલ્મ 'વેટ્ટૈયન'ના ઓડિયો લોન્ચ વખતે જોવા મળ્યા હતા. ઓડિયો લોન્ચ ઇવેન્ટ દરમિયાન રજનીકાંતે કેટલાક ડાન્સ મૂવ્સ પણ કર્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન છે. આ ફિલ્મનું ટ્રેલર 2 ઓક્ટોબરે ચેન્નાઇમાં લોન્ચ થવા જઇ રહ્યું છે. 'વેટ્ટૈયન' રજનીકાંતની 170મી ફિલ્મ પણ છે. તો તેમની આગામી ફિલ્મ 'કુલી' આગીમી વર્ષે સિનેમાઘરોમાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp