કોટક મહિન્દ્ર બેન્કને RBIએ આપ્યો મોટો ઝટકો, આ બાબતે તાત્કાલિક અસરથી રોક લગાવવા કર્યો આદેશ, જાણો

કોટક મહિન્દ્ર બેન્કને RBIએ આપ્યો મોટો ઝટકો, આ બાબતે તાત્કાલિક અસરથી રોક લગાવવા કર્યો આદેશ, જાણો સંપૂર્ણ વિગત

04/24/2024 Business

SidhiKhabar

SidhiKhabar

કોટક મહિન્દ્ર બેન્કને RBIએ આપ્યો મોટો ઝટકો, આ બાબતે તાત્કાલિક અસરથી રોક લગાવવા કર્યો આદેશ, જાણો

ખાનગી ક્ષેત્રમાં અગ્રણી ગણાતી બેંક કોટક મહિન્દ્રાને RBIએ મોટો ઝટકો આપ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બુધવારે કોટક મહિન્દ્રા બેંકને તાત્કાલિક અસરથી નવા ક્રેડિટ કાર્ડ જાહેર ન કરવાનો નિર્દેશ આપ્યો છે. RBIએ બેન્કને ઓનલાઈન અને મોબાઈલ બેંકિગ ચેનલોના માધ્યમથી નવા ગ્રાહકોને જોડવાની પણ મનાઈ ફરમાવી દીધી છે. આ અંગે બાકીના ગ્રાહકો માટે RBIએ કહ્યું છે કે, કોટક મહિન્દ્રા બેંકના હાલના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને રાબેતા મુજબ તમામ સેવા મળતી રહેશે.


બેંક નિયત સમયમાં આ ચિંતાઓનું સમાધાન લાવવામાં નિષ્ફળ

બેંક નિયત સમયમાં આ ચિંતાઓનું સમાધાન લાવવામાં નિષ્ફળ

RBIએ પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું છે કે, 2022 અને 2023 માટે ભારતીય રિઝર્વ બેંકના આઈટી એક્ઝામિનેશન દરમિયાન બેંકમાં કેટલીક પ્રકારની ખામીઓને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અને  કોટક મહિન્દ્રા બેંક નિયત સમયમાં આ ચિંતાઓનું સમાધાન લાવવામાં નિષ્ફળ રહી છે. રોબસ્ટ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈટી રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કના અભાવમાં બેંકની કોર બેંકિંગ સિસ્ટમ અને તેના ઓનલાઈન અને ડિજિટલ બેંકિંગ ચેનલ્સે ગત બે વર્ષમાં કેટલીક વખત આઉટેજનો સામનો કર્યો છે. આ મહિને 15 એપ્રિલ 2024એ પણ સર્વિસ ઠપ પડી ગઈ હતી, જેનાથી બેંકના ગ્રાહકોને તકલીફનો સામનો કરવો પડ્યો છે.


ફાઈનાન્શિયલ ઇકોસિસ્ટમને પણ ઝટકો લાગી શકે

ફાઈનાન્શિયલ ઇકોસિસ્ટમને પણ ઝટકો લાગી શકે

RBIના અનુસાર, હાલ દિવસેને દિવસે ડિઝિટલ ટ્રાન્જેક્શનના વૉલ્યૂમમાં જોરદાર તેજી જોવા મળી છે, જેમાં ક્રેડિટ કાર્ડ્સથી જોડાયેલા ટ્રાન્જેક્શન પણ સામેલ છે. તેનાથી આઈટી સિસ્ટમ પર ભાર વધ્યો છે. જેના કારણે RBIએ કસ્ટમર્સના હિતોનું ધ્યાન રાખતા બેંક પર બિઝનેસ પ્રતિબંધો લગાવવાનો નિર્ણય લીધો છે જેનાથી લાંબા સમયના આઉટેજને રોકી શકાય. કારણ કે તેનાથી બેંકના કસ્ટમર સર્વિસને તો અસર થશે જ સાથે ડિજિટલ બેંકિંગ અને પેમેન્ટ સિસ્ટમ્સના ફાઈનાન્શિયલ ઇકોસિસ્ટમને પણ ઝટકો લાગી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top