ઇલેક્ટ્રિક કોમ્યુટર બાઇક Revolt RV1 લોન્ચ, 160 KM આપશે રેન્જ, 90 મિનિટમાં ફુલ ચાર્જ થશે, જાણો કિંમત અને ફીચર્સ
ભારતીય ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઉત્પાદક કંપની Revolt મોટર્સે પોતાની બીજી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે. આ બાઇકનું નામ Revolt RV1 છે. તેને બે વેરિયન્ટ RV1 અને RV1+માં લોન્ચ કરવામાં આવી છે. Revoltની ઇલેક્ટ્રિક બાઇક ભારતમાં Ola Roader X સાથે સ્પર્ધા કરશે. ચાલો જાણીએ કે Revolt RV1 કયા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે અને તેની કિંમત શું છે.
RV1 અને તેના પ્રીમિયમ વેરિયન્ટ્સ ચાર રંગ વિકલ્પોમાં રજૂ કરવામાં આવી છે. Revolt RV એક્સ-શોરૂમની કિંમત રૂ 84,990માં લોન્ચ કરવામાં આવી છે, જ્યારે RV1+ને રૂ. 99,990ની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે. આ લોન્ચ Revolt મોટર્સના પ્રીમિયમ ઇલેક્ટ્રિક લાઇનઅપને વધુ સારી બનાવશે, જેમાં RV400 અને RV400 BRZ જેવા લોકપ્રિય મોડલનો સમાવેશ થાય છે.
તેમાં 6 ઇંચની ડિજિટલ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની સાથે જ, તેમાં સ્ટાઇલિશ LED હેડલાઇટ્સ અને ટેલ લાઇટ્સ આપવામાં આવી છે. બંને વેરિયન્ટમાં બિલ્ટ-ઇન ચાર્જર સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેમાં ડબલ ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે, તો સામાન્ય રીતે અન્ય કોમ્યુટર બાઇકમાં આપવામાં આવી નથી, જેમાંથી એક રિવર્સ મોડ છે. તેનાથી પાર્કિંગમાં સરળતા રહેશે. બાઈકમાં પહોળા ટાયર આપવામાં આવ્યા છે, જે બાઈકને વધુ સ્થિર રહેશે.
એ મિડ-મોટર અને ચેઈન ડ્રાઈવ સિસ્ટમ પર આધારિત છે. તેમાં બે બેટરી વિકલ્પો છે, એક 2.2 kWh બેટરી છે જે 100 કિમીની રેન્જ આપે છે. જ્યારે બીજી બેટરી 3.24 kWhની છે, જે 160 કિમીની રેન્જ આપે છે. કંપની દાવો કરી રહી છે કે બંને બેટરી વિકલ્પો વોટર રેઝિસ્ટન્સ માટે IP67-રેટેડ આપવામાં આવી છે. આ બાઈક ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવે છે, જેના કારણે બાઈકની બેટરી માત્ર 1.5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે.
કંપનીએ RV1 ના લોન્ચ દરમિયાન RV400માં અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. તે ફાસ્ટ ચાર્જર સાથે આવશે, જે માત્ર 90 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે, જ્યારે રિવર્સ મોડ ફીચર્સ બાઇકને પાર્ક કરવાનું સરળ બનાવશે. તેમાં બહેતર ડિજિટલ ડિસ્પ્લે, આરામદાયક સીટ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, બિલ્ટ-ઇન લેગ ગાર્ડ, સેન્ટર સ્ટેન્ડ જેવી સુવિધાઓ છે. આ સિવાય તેને 160 કિલોમીટરની વિસ્તૃત રેન્જ પણ આપવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp