Cricket : ICCનો ઐતિહાસિક નિર્ણય! 1 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યા છે ક્રિકેટના નિયમો- 'જો કોઈ બેટ્સમેન કેચ આઉટ થાય છે તો....'
સ્પોર્ટ્સ ડેસ્ક : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે ચીફ એક્ઝિક્યુટિવ કમિટી (CEC)ની બેઠક બાદ નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની મેન્સ ક્રિકેટ કમિટીએ આ નિયમોની ભલામણ કરી હતી. પુરુષ અને મહિલા ક્રિકેટમાં આ ફેરફારો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ જો કોઈ બેટ્સમેન કેચ આઉટ થાય છે તો પછીનો બોલ નવા બેટ્સમેને જ રમવો પડશે. ભાગી જવાથી કોઈ ફરક નહીં પડે. આ સિવાય બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ બેઠક પછી ગાંગુલીએ કહ્યું, "પ્રથમ વખત ICC ક્રિકેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરવી એ સન્માનની વાત છે. હું સમિતિના સભ્યોના યોગદાનથી ખુશ છું, જેના પરિણામે મહત્વપૂર્ણ ભલામણો મળી. હું તમામનો આભાર માનું છું. તેમના મૂલ્યવાન સૂચનો માટે આભાર."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp