ભીષણ ગરમીમાં શરીરની સાથે કારની હેલ્થને પણ સાચવો..' ચલાવતી વખતે આ વાતનું રાખજો ધ્યાન, નહીં તો આ

ભીષણ ગરમીમાં શરીરની સાથે કારની હેલ્થને પણ સાચવો..' ચલાવતી વખતે આ વાતનું રાખજો ધ્યાન, નહીં તો આવશે મોટો ખર્ચો

06/03/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

ભીષણ ગરમીમાં શરીરની સાથે કારની હેલ્થને પણ સાચવો..' ચલાવતી વખતે આ  વાતનું રાખજો ધ્યાન, નહીં તો આ

દેશમાં ભીષણ ગરમી પડી રહી છે. અનેક જગ્યાએ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. આ ભીષણ ગરમીમાં શરીરની સાથે કારની હેલ્થને પણ સાચવવી જરૂરી છે. નહીં તો મોટો ખર્ચો આવી શકે છે. તમે જ્યારે ઉનાળામાં કાર ડ્રાઇવ કરો છો ત્યારે કાર ઓવરહીટ થવાનો ખતરો રહે છે. આથી અમે તમને કેટલીક જરૂરી બાબતો જણાવશું જે તમને મોટા નુકશાનથી બચાવશે.


કૂલંટનું લેવલ

કૂલંટનું લેવલ

કારના દરેક પાર્ટ મહત્વના છે પરંતુ એન્જિન મહત્વનો હિસ્સો છે, આથી એન્જિનને ઓવરહીટ થતાં બચાવવા કૂલંટનું લેવલ ચેક કરી લેવું. કૂલંટનું લેવલ ઘટી જતા કાર ઓવરહીટ થઈ શકે છે.


ગંદુ રેડિયેટર

ગંદુ રેડિયેટર

રેડિયેટર પણ કારનો મહત્વનો પાર્ટ છે. તેનું કામ એન્જિનમાં પેદા થતી ગરમીને ઘટાડવાનું હોય છે. પરંતુ જો રેડિયેટર ગંદુ થઈ જાય છે ત્યારે કાર ઓવરહીટ થવા લાગે છે.


કૂલંટ લીકેઝ

કૂલંટ લીકેઝ

અમુકવાર એવું પણ બને છે જે કૂલંટ ફૂલ હોય પરંતુ થોડા જ સમયમાં તેનું લેવલ સાવ ઘટી જાય છે. અને ગાડી ગરમ થવા લાગે છે. આવું થવા પાછળનું કારણ તમારું કૂલંટ લીક થયું હોઈ શકે છે. આથી ચેક કરી લેવું કે કૂલંટ લીક તો નથી થયું ને. જો એવું થયું હોય તો રિપેર કરાવો.


આ ભૂલ ન કરો

આ ભૂલ ન કરો

જો કાર ઓવરહીટ થઈને બંદ પડી ગઈ હોય ત્યારે તરત રેડિયેટર કેપ હટાવાની ભૂલ ક્યારેય ન કરો. કેમ કે એવું કરવાથી પ્રેશર સ્પીડથી બહાર આવશે અને તેનાથી મોઢા કે શરીરના કોઈ બીજા ભાગ પર જલન થઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top