Gujarat : વડોદરા સેન્ટ્રલ જેલમાં 7 કેદીઓએ એક સાથે ઝેરી પ્રવાહી પીધું, કારણ જાણીને પોલીસ ચોંકી ઉ

Gujarat : વડોદરા સેન્ટ્રલ જેલમાં 7 કેદીઓએ એક સાથે ઝેરી પ્રવાહી પીધું, કારણ જાણીને પોલીસ ચોંકી ઉઠી

09/22/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : વડોદરા સેન્ટ્રલ જેલમાં 7 કેદીઓએ એક સાથે ઝેરી પ્રવાહી પીધું, કારણ જાણીને પોલીસ ચોંકી ઉ

ગુજરાત ડેસ્ક : વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ ગળી જતાં ખળભળાટ મચી ગયો છે. જેલ પ્રશાસનના ત્રાસ બાદ કેદીએ ફિનાઈલ પીધુ હોવાનું બહાર આવતા ભારે ફફડાટ ફેલાયો છે. જેના કારણે કેદીઓને ગંભીર હાલતમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામની હાલત સ્થિર હોવાનું બહાર આવ્યું છે.


કાચા કામના 7 કેદીઓએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો

કાચા કામના 7 કેદીઓએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો

વડોદરાની સેન્ટ્રલ જેલમાં આજે સાંજે 7 કાચા કામના કેદીઓ ફિનાઈલ પી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. રોજગાર છેતરપિંડીના કેસમાં હર્ષિલ લિંબાચિયા અને પાદરામાં હત્યા કેસમાં ચર્ચામાં રહેલા અભિ ઝા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તમામ SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સારવાર દરમિયાન હર્ષિલે જેલ તંત્ર પર તેને ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને હાઈ સિક્યુરિટીમાંથી બહાર કાઢવા માટે પૈસાની માંગણી કરી હતી. રૂમ બહાર ન નીકળવા દેતા હોવા ઉપરાંતની અનેક ધગધગતી રાવ કરાઇ છે.


કેદીની તબિયત હવે સ્થિર છે

કેદીની તબિયત હવે સ્થિર છે

બીજી તરફ આ ઘટના બાદ તરત DCP ઝોન 2 અભય સોની અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ફરિયાદ નોંધવા સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. જેલ સંકુલમાં અંધાધૂંધી સર્જાતા આ બનાવ સંદર્ભે પોલીસે જેલમાં રહેલા કેદીઓને ફિનાઈલ કોણે પહોંચાડ્યું તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.


આ મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ કેદીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે. પોલીસ તપાસ બાદ વધુ માહિતી બહાર આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top