ભારતીય ક્રિકેટ ટીમનો 'ગબ્બર' હવે બોલીવૂડમાં કરશે ધમાકેદાર એન્ટ્રી; જાણો કેવી હશે પહેલી ફિલ્મ

ભારતીય ક્રિકેટ ટીમનો 'ગબ્બર' હવે બોલીવૂડમાં કરશે ધમાકેદાર એન્ટ્રી; જાણો કેવી હશે પહેલી ફિલ્મ

06/20/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

ભારતીય ક્રિકેટ ટીમનો 'ગબ્બર' હવે બોલીવૂડમાં કરશે ધમાકેદાર એન્ટ્રી; જાણો કેવી હશે પહેલી ફિલ્મ

ભારતીય ક્રિકેટ ટીમના 'ગબ્બર' અને સ્ટાર ઓપનર શિખર ધવન હવે પોતાના અભિનયની કળાથી ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જોવા મળશે. ધવન જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત મુખ્ય એક્ટર દ્વારા કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, તેણે ફિલ્મનું શૂટિંગ પણ પૂરું કરી લીધું છે. હાલમાં આ ફિલ્મ વિશે વધુ વિગતો બહાર આવી નથી, પરંતુ ચાહકો આને લઈને ખૂબ જ ખુશ છે. તે હવે ક્રિકેટ ગ્રાઉન્ડની સાથે ફિલ્મી પડદે પણ પોતાના મનપસંદ ખેલાડીને જોઈ શકશે.


મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે

મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે

સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, 'શિખર ધવનને કલાકારો માટે ખૂબ જ સન્માન છે અને જ્યારે તેને આ ભૂમિકાની ઓફર કરવામાં આવી ત્યારે તે પોતાની જાતને રોકી શક્યો નહીં અને પ્રોજેક્ટમાં જોડાયો. ફિલ્મના નિર્માતાઓને લાગે છે કે, ધવન આ રોલ માટે પરફેક્ટ હશે, તેથી તેની સાથે થોડા મહિના પહેલા સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તે કેમિયો નહીં પરંતુ મોટો રોલ કરી રહ્યો છે. આશા છે કે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે.


શિખર અને અક્ષય ગાઢ મિત્રો છે

શિખર અને અક્ષય ગાઢ મિત્રો છે

ગયા વર્ષે ઓક્ટોબરમાં શિખર ધવન અક્ષય કુમારની આગામી ફિલ્મ 'રામ સેતુ'ના સેટ પર જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા પણ મુખ્ય ભૂમિકામાં છે. ત્યારે એવી અફવા હતી કે, શિખર આ ફિલ્મમાં જોડાશે પરંતુ એક સૂત્રનું કહેવું છે કે, શિખર અને અક્ષય ગાઢ મિત્રો છે. તેથી જ તે સેટ પર અભિનેતાને મળવા ગયો હતો.


હાલમાં શિખર ધવન ટીમ ઇન્ડિયા સાથે વ્યસ્ત છે

તમને જણાવી દઈએ કે, શિખર ધવન આ દિવસોમાં ચાલી રહી મેચમાં વ્યસ્ત છે. તેમજ આવનારી મેચ આયર્લેંડ અને ઇંગ્લેન્ડ સાથેની શ્રેણી રમવા માટે પ્રેક્ટિસમાં વ્યસ્ત જણાય છે. આ પહેલા ધવને IPL 2014ની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની કમાન સંભાળી હતી. પંજાબની ટીમ આ વર્ષે IPLમાં 5 મેચ રમી છે જેમાંથી 3માં જીત મેળવી છે. હાલમાં પંજાબ હજુ સુધી IPL ટાઈટલ જીતી શક્યું નથી. અને આવનારી દરેક મેચ માટે તડામાર તૈયારી કરી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top