મુંબઈ : હાલમાં જે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, એના કારણે બોલીવુડ વધુ એક વાર ખોટા કારણોસર ચર્ચામાં આવી ગયું છે. ફિલ્મનગરીની રૂપેરી ચમકદમક પાછળ છુપાયેલી ગંદકી વધુ એક વાર દેશભરમાં ચર્ચાનો વિષય બનવા જઈ રહી છે.
મળતી માહિતી મુજબ મુંબઈ પોલીસે મશહૂર એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa shetty) પતિ અને બિઝનેસમેન એવા રાજ કુન્દ્રાની ધરપકડ (raj kundra arrest) કરી છે. રાજ કુન્દ્રા પર આરોપ છે કે એણે પોર્ન ફિલ્મ્સ (adult movies) બનાવીને ઈન્ટરનેટ પર અપલોડ કરી છે. આ માટે કેટલીક એપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં જ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ પાસે પોર્નોગ્રાફિક ફિલ્મ્સ અંગેની ફરિયાદ આવી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે અશ્લિલ ફિલ્મો ઉતારીને કેટલીક એપ્સના માધ્યમથી ઈન્ટરનેટ પર અપલોડ કરાઈ રહી છે. મુંબઈ પોલીસ કમિશ્નરના કહેવા મુજબ આ મામલામાં તપાસ દરમિયાન પોલીસને કેટલાક નક્કર પુરાવાઓ હાથ લાગ્યા છે. આ પુરાવાઓને આધારે ક્રાઈમ બ્રાંચે સોમવારે બિઝનેસમેન રાજ કુન્દ્રાની ધરપકડ કરી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ અગાઉ પણ સાઈબર સેલ દ્વારા પોર્ન ફિલ્મ બાબતે રાજ કુન્દ્રાનું નિવેદન લેવામાં આવ્યું હતું. એ જ મામલામાં સાઈબર સેલ દ્વારા જાણીતા પ્રોડક્શન હાઉસ ‘બાલાજી ટેલીફિલ્મ્સ’ની સર્વેસર્વા ગણાતી એકતા કપૂરનું નિવેન પણ લેવામાં આવ્યું હતું.
જો કે આ બધા વચ્ચે સહુથી સ્ફોટક વાત એવી બે અભિનેત્રીઓએ કરી છે, જેઓ પોતાના હોટ અવતારને કારણે સતત ચર્ચામાં રહે છે. આ અભિનેત્રીઓ છે પૂનમ પાંડે અને શર્લિન ચોપડા. પૂનમ અને શર્લિને સાઈબર સેલને નિવેદન આપ્યું હતું કે એમને ‘એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં લાવનાર રાજ કુન્દ્રા જ છે! શર્લિન ચોપડાએ તો રાજ કુન્દ્રા તરફથી મળેલા આ પ્રકારના ‘પ્રોજેક્ટ્સ’ની કિંમત પણ જણાવી હતી. શર્લિનના કહેવા મુજબ રાજ કુન્દ્રા એને દરેક ‘એડલ્ટ પ્રોજેક્ટ’ દીઠ ૩૦ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવતો હતો! શર્લિનના કહેવા મુજબ એણે રાજ કુન્દ્રા સાથે આજદિન સુધીમાં ૧૫ થી ૨૦ જેટલા પ્રોજેક્ટ્સ કર્યા છે!
પોલીસ માને છે કે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા માટે ચાલતા રેકેટ પાછળ મુખ્ય કાવતરાખોર રાજ કુન્દ્રા જ છે.
મોટું સેક્સ રેકેટ બહાર આવશે? અંડર વર્લ્ડ અને રાજકારણીઓની સંડોવણી?
રાજ કુન્દ્રા જેવા મોટા માથાનું નામ બહાર આવતા સ્વાભાવિક રીતે જ ખળભળાટ મચી ગયો છે. આ આખા કાંડમાં શું રાજ કુન્દ્રા એકલો જ જવાબદાર હશે? કે પછી બીજા મોટા માથાઓ પણ એમાં સંડોવાયેલા હશે? પોર્નોગ્રાફિક ફિલ્મ્સ ઉતારવા અને પબ્લિશ કરવાની સાથે બીજું કોઈ મોટું સેક્સ રેકેટ પણ ચાલતું હશે? શર્લિન ચોપડા અને પૂનમ પાંડે સિવાય બીજી પણ કોઈ જાણીતી કે અજાણી અભિનેત્રી આ સ્કેન્ડલમાં સામેલ છે કે કેમ? ક્રાઈમ બ્રાંચે આ તમામ પ્રશ્નોના ઉત્તરો મેળવવા પડશે!
શિલ્પા શેટ્ટીનો પોતાનો ભૂતકાળ પણ અન્ડર વર્લ્ડ સાતેના સંબંધોને કારણે ખરડાયેલો છે. સુરતમાં સાડીના એક વેપારી સાથે પેમેન્ટ મુદ્દે મગજમારી થતા શિલ્પા શેટ્ટીએ અન્ડરવર્લ્ડનો સહારો લીધો હતો. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી, અને કોર્ટમાં તારીખ પડતા શિલ્પા શેટ્ટીના પિતાએ સુરત કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. હવે પોતાના પતિની કરતૂતને કારણે શિલ્પા શેટ્ટીનું નામ વધુ એક વખત ખોટા કારણોસર ચર્ચામાં આવી ગયું છે!
રાજ કુન્દ્રાએ એન્ટીસીપેટરી બેઈલ (આગોતરા જામીન) માટે માંગ કરી છે. રાજ અને શિલ્પાના લગ્ન ૨૦૦૯માં થયા હતા. રાજ કુન્દ્રા હાલમાં આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમની માલિકી ધરાવે છે. ૨૦૧૩માં ક્રિકેટમાં સટ્ટા અને સ્પોટ ફિક્સિંગ સંબંધે દિલ્હી પોલીસ રાજ કુન્દ્રાની પૂછપરછ કરી ચૂકી છે.