દક્ષિણની ફિલ્મોના સ્ટારનું વિવાદીત નિવેદન, ફેન્સે ચપ્પલ ફેંકીને મોં પર માર્યુ, જુઓ વીડિયો

દક્ષિણની ફિલ્મોના સ્ટારનું વિવાદીત નિવેદન, ફેન્સે ચપ્પલ ફેંકીને મોં પર માર્યુ, જુઓ વીડિયો

12/20/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

દક્ષિણની ફિલ્મોના સ્ટારનું વિવાદીત નિવેદન, ફેન્સે ચપ્પલ ફેંકીને મોં પર માર્યુ, જુઓ વીડિયો

સિનેમા સાથે જોડાયેલા કલાકારોના વિવાદાસ્પદ નિવેદનો પણ ઘણી વખત ચર્ચામા રહે છે. આવા નિવેદનોને લઇને ઘણી વખત સેલેબ્સને ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડે છે.  સાઉથના એક અભિનેતાને સોશિયલ મીડિયા પર દર્શકોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે.


આ વર્ષે ઘણા ફિલ્મ સ્ટાર્સને તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચાહકોના રોષનો સામનો કરવો પડ્યો છે. આમાં કન્નડ અભિનેતા દર્શનનું નામ પણ જોડાયું છે. દર્શન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ક્રાંતિ'ના પ્રમોશનને લઈને ચર્ચામાં છે. દર્શનને સેન્ડલવુડ ઉદ્યોગના સૌથી વિવાદાસ્પદ કલાકારોમાંથી એક ગણવામાં આવે છે. તાજેતરમાં, જ્યારે અભિનેતા ફિલ્મ 'ક્રાંતિ'ના પ્રમોશન માટે આયોજિત એક કાર્યક્રમમાં ગયો હતો, ત્યારે એક ચાહકે તેના પર જૂતું ફેંક્યું હતું.


વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, ફિલ્મની અભિનેત્રી રચિતા રામ એક વિશાળ જનમેદનીને સંબોધિત કરી રહી હતી, તે સમયે અભિનેતા દર્શન પર અચાનક સેન્ડલ ફેંકવામાં આવ્યું, સેન્ડલ તેના ખભા પર અથડાતા જ તેણે કહ્યું, ગલતી નહીં હૈ ભાઈ, કોઈ બાત નહી. પરિસ્થિતિને સંભાળીને, તેણે કોઈપણ ખચકાટ વિના કાર્યક્રમ પૂર્ણ કર્યો. પોલીસ ચપ્પલ ફેંકનાર આરોપીને શોધવાનો પ્રયાસ કરી રહી છે.


જો કે, ચપ્પલ ફેંકનાર વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દિવંગત અભિનેતા પુનીત રાજકુમારનો ફેન હતો. હકીકતમાં, રિપોર્ટ્સ અનુસાર, ફેન્સ એક્ટર દર્શનના 'લેડી લક'ના નિવેદન પર ગુસ્સે થયા હતા. દર્શને એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ભાગ્યની દેવી હંમેશા દરવાજો ખખડાવતી નથી, જ્યારે તે ખખડાવે છે, ત્યારે તેને પકડી લો, તેને તમારા બેડરૂમમાં ખેંચો અને તેને ઉતારો. જો તમે તેને કપડાં આપશો, તો તે બહાર જશે.

વી હરિકૃષ્ણા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ક્રાંતિ' 26 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રવિચંદ્રન અને સુમલતા પણ મુખ્ય ભૂમિકામાં છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top