BIG BREAKING : આખરે એન્કાઉન્ટર થયું! અતિક અહેમદનો દીકરો પોલીસ સાથેની અથડામણમાં મરાયો!
Atiq Ahemad news : ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા કુખ્યાત ગુંડા અતિક અહેમદના દીકરા અસદને ઝાંસી ખાતે ઠાર મારવામાં આવ્યો છે. એની સાથે એક ગુલાબ નામનો એક બીજો બદમાશ પણ અથડામણમાં માર્યો ગયો છે. ઉમેશ પાલ હત્યાકાંડને અંજામ આપનાર અસદ ઉપર પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ઉ.પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ – STF દ્વારા હાથ ધરાયેલ એક ઓપરેશનમાં ઝાંસી ખાતે કેટલાક બદમાશોની ઘેરાબંધી કરવામાં આવી હતી. આ ગુંડાઓમાં એક સમયના બાહુબલી નેતા અને ગુનાહિત કારકિર્દી ધરાવનાર ભૂતપૂર્વ સાંસદ અતિક અહેમદનો દીકરો અસદ પણ સામેલ હતો. પોલીસે આજે ઘેરાબંધી કરી, ત્યારે અસદ અને એનો સાથીદાર એવો ગુંડો ગુલાબ પોલીસ સામે ગોળીબાર કરવા માંડ્યા. પોલીસે એ સામે જવાબી ફાયરીંગ કરતા બંને ગુંડાઓ ઠાર મરાયા હતા. યુપી STFના એડિશનલ ડાયરેક્ટર જનરલ અમિતાભ યશ દ્વારા આ એનકાઉન્ટરની પુષ્ટિ કરવામાં આવી છે. એમના જણાવ્યા મુજબ ઠાર થયેલા ગુંડાઓનાં કબજામાંથી વિદેશી હથિયારો મળી આવ્યા છે.
અતિકના દીકરા અસદે બસપા નેતા ઉમેશ પાલને રસ્તા વચ્ચે ઠાર માર્યો હતો. એ પછી એ પોતાના બીજા સાથીદારો સાથે થયેલા આગોતરા પ્લાનિંગ મુજબ નાસી છૂટ્યો હતો. આ હત્યામાં સામેલ અસદ, ગુડ્ડુ મુસ્લિમ સહિતના આરોપીઓ અલગ અલગ રસ્તે થઈને લખનૌ, બિહાર અને નેપાળ સીમા તરફ ભાગ્યા હતા. તમામ આરોપીઓ પ્લાનિંગ અલગ અલગ રસ્તે ભાગ્યા હતા અને એકબીજા સાથે મોબાઈલ પર વાત કરવાનું પણ ટાળ્યું હતું. તેમ છતાં પોલીસે તેમનું પગેરું ખોળી કાઢ્યું.
થોડા દિવસો પહેલા અતિક અહેમદને એક કેસના સિલસિલામાં હાઈવે પર થઈને ઉત્તરપ્રદેશ કોર્ટમાં હાજરી આપવા માટે લઇ જવાયો હતો. એ સમયે લોકોને એવું હતું કે ઉ.પ્રદેશ પોલીસ ગમે તે ભોગે અતિકને રસ્તામાં જ એનકાઉન્ટર દ્વારા મારી નાખશે. જો કે લોકોની આ આશંકા ખોટી ઠરી હતી. પરંતુ આજે અતિકને બદલે એનો દીકરો અસદ એનકાઉન્ટરમાં ઠાર મરાયો હતો! નોંધનીય બાબત એ છે કે એક સમયે ઉત્તર પ્રદેશની પોલીસ સહિતનું આખું સરકારી તંત્ર જે અતિક અહેમદના નામથી ફફડતું હતું, એ અતિક અહેમદનો મોટા ભાગનો પરિવાર હાલ જેલના સળીયા પાછળ છે. જે પૈકી, અતીકનો દીકરો અસદ આજે મરાયો હતો.
હાલમાં ઉમેશ પાલ હત્યાકેસ મામલે અતિક પ્રયાગરાજ કોર્ટમાં છે ત્યારે બીજી તરફ એના દીકરા અસદનું એનકાઉન્ટર થયું છે. અતિકના ભાઈ અશરફને પણ કોર્ટમાં હાજર કરાયો છે. હજી બુધવારે જ અતિકે કહ્યું હતું કે “મારો પરિવાર તબાહ થઇ ગયો છે, અને હું મિટ્ટીમાં મળી ગયો છું.”
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp