લો બોલો, દિલ્હી પોલીસે “સુપર હીરો Spider man” ને ઝડપી પાડ્યો! બિચારો સ્પાઈડર મેન બીજી વાર ઝડપાય

લો બોલો, દિલ્હી પોલીસે “સુપર હીરો Spider man” ને ઝડપી પાડ્યો! બિચારો સ્પાઈડર મેન બીજી વાર ઝડપાયો! જુઓ વિડીયો

07/24/2024 Specials

SidhiKhabar

SidhiKhabar

લો બોલો, દિલ્હી પોલીસે “સુપર હીરો Spider man” ને ઝડપી પાડ્યો! બિચારો સ્પાઈડર મેન બીજી વાર ઝડપાય

Spiderman caught in Delhi: સુપર હીરો સ્પાઈડર મેન આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. પોતાની હીરોગીરીથી એ ભલભલા ખૂંખાર અને મહાશક્તિશાળી વિલનનો ખાત્મો બોલાવતો દેખાય છે. પરંતુ હમણાં દિલ્હી પોલીસે ખુદ ‘સ્પાઈડર મેન’ની જ ધરપકડ કરી હતી. આજકાલ લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ક્રેઝી છે. યુવા પેઢીથી લઈને વડીલો સુધી તેઓ અજીબોગરીબ કામો કરતા જોવા મળે છે. રીલ બનાવવાના ધંધામાં ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે. આવો જ એક સ્પાઈડર મેન અજીબ રીતે પોલીસના હાથે ચડી ગયો.


પોલીસે બિચારા Spider manની હવા ‘ટાઈટ’ કરી નાખી!

પોલીસે બિચારા Spider manની હવા ‘ટાઈટ’ કરી નાખી!

આ દરમિયાન દિલ્હીના દ્વારકા વિસ્તારમાં સ્પાઈડર મેનનો ડ્રેસ પહેરેલો એક છોકરો રસ્તા પર સ્ટંટ કરતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળ્યું હતું કે સ્પાઈડર મેન કોસ્ચ્યુમમાં એક વ્યક્તિ સ્કોર્પિયોના બોનેટ પર બેઠો છે અને કાર તેજ ગતિથી આગળ વધી રહી છે. કારની અંદર કેટલાક યુવકો બેઠેલા જોવા મળે છે. હવે દિલ્હી પોલીસે સ્ટંટમેન બોય અને વાહન માલિક સામે કાર્યવાહી કરી છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સ્પાઈડરમેનનો પોશાક પહેરેલા છોકરાની ઓળખ નજફગઢના રહેવાસી આદિત્ય (20) તરીકે થઈ છે. વાહનના ડ્રાઈવરની ઓળખ મહાવીર એન્ક્લેવના રહેવાસી ગૌરવ સિંહ (19) તરીકે થઈ છે. દિલ્હી પોલીસે ખતરનાક ડ્રાઇવિંગ, પ્રદૂષણ પ્રમાણપત્ર વિના ડ્રાઇવિંગ અને સીટબેલ્ટ ન પહેરવા બદલ વાહનના માલિક અને ડ્રાઇવર સામે ચલણ જારી કર્યું છે.


આ પહેલા પણ સ્પાઈડર મેન ગર્લ ફ્રેન્ડ સાથે ઝડપાઈ ગયેલો (જુઓ વિડીયો)

આ પહેલા એપ્રિલમાં સ્પાઈડર મેનનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં એક વ્યક્તિ તેની મહિલા મિત્ર સાથે બાઇક પર સ્ટંટ કરતી વખતે રીલ બનાવી રહ્યો હતો. છોકરાએ સ્પાઈડર-મેનનો પોશાક પહેર્યો હતો અને છોકરીએ સ્પાઈડર-વુમનનો પોશાક પહેર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ચલણ જારી કર્યું હતું.

તેમ છતાં આ માણસની ઘેલછા અટકી નહોતી. અને આ વખતે એણે ફરી એક વખત સ્પાઈડર મેન બનીને જાહેર માર્ગો પર તમાશો કરવાનું દુ:સાહસ કર્યું હતું!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top