અમેરિકામાં લેડી ટીચરની હત્યાના પ્રયાસમાં વિદ્યાર્થીની અટકાયત, આરોપી વિદ્યાર્થીની ઉંમર જાણી ચોંક

અમેરિકામાં લેડી ટીચરની હત્યાના પ્રયાસમાં વિદ્યાર્થીની અટકાયત, આરોપી વિદ્યાર્થીની ઉંમર જાણી ચોંકી ઉઠશો

01/07/2023 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકામાં લેડી ટીચરની હત્યાના પ્રયાસમાં વિદ્યાર્થીની અટકાયત, આરોપી વિદ્યાર્થીની ઉંમર જાણી ચોંક

અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત ચાલુ છે. શુક્રવારે અમેરિકાના વર્જિનિયામાં એક પ્રાઈમરી સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક ટીચર ઘાયલ થઈ હતી. ઉતાવળમાં ટીચરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે પોલીસે હજુ સુધી આ મામલે વિસ્તૃત માહિતી આપી નથી, પરંતુ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના વર્જિનિયાના ન્યૂપોર્ટ ન્યૂઝ શહેરની પ્રાથમિક શાળામાં બની હતી. આ ફાયરિંગમાં કોઈ વિદ્યાર્થીને ઈજા થઈ નથી.


વર્જીનિયાના મેયર ફિલિપ જોન્સે મીડિયાને જણાવ્યું કે પોલીસે આ મામલામાં એક વિદ્યાર્થીની અટકાયત કરી છે. જોકે અધિકારીઓએ આ વિદ્યાર્થીની ઉંમર કેટલી છે તે જણાવ્યું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં તે વિદ્યાર્થીની ઉંમર 6 વર્ષ જણાવવામાં આવી રહી છે. ન્યૂપોર્ટ પોલીસ ચીફ સ્ટીવ ડ્રૂનું કહેવું છે કે અમને ગોળીબારના સંબંધમાં બપોરે 2 વાગ્યે કોલ પર માહિતી મળી હતી. માહિતી મળતા જ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.


પોલીસે જણાવ્યું હતું કે શાળા અને પોલીસ અધિકારીઓ વિદ્યાર્થીઓ અને પરિવારોને ફરીથી જોડવા માટે કામ કરી રહ્યા છે અને વધુ તપાસ પછી વધુ માહિતી આપવામાં આવશે. હાલ પોલીસ શકમંદ વિશે કોઈ માહિતી આપી શકતી નથી. ન્યૂપોર્ટ ન્યૂઝ શહેરમાં જ્યાં આ ફાયરિંગની ઘટના બની છે, તેની વસ્તી 1 લાખ 85 હજારથી વધુ છે. આ શહેર ચેસપીક અને વર્જિનિયા બીચથી લગભગ 40 માઇલ દૂર છે. આ શહેર યુએસ નેવી માટે શિપબિલ્ડીંગ માટે પણ જાણીતું છે.


અમેરિકામાં ગોળીબારની ઘટના કોઈ નવી વાત નથી. અહીં આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગયા વર્ષે એટલે કે 2022માં આવા ફાયરિંગમાં સેંકડો લોકોના મોત થયા છે. ફાયરિંગની આ ઘટનાઓ હોસ્પિટલ, પબ, મેટ્રો સ્ટેશન અને અન્ય જાહેર સ્થળો પર બની છે. અમેરિકા માટે આ એટલી મોટી સમસ્યા છે કે તેના વિશે ખુદ રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે દેશમાં હથિયારોને લઈને કડક નિર્ણય લેવાની જરૂર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top