લોકોને આવો ‘ખૌફ’ જોઈએ છે: આસામમાં તરુણ વયની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારના એક આરોપીએ પોલીસના ડરથી કરી લીધો આપઘાત!
Assam Rape Case: કોલકાતામાં એક ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસ પછી દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. એ સાથે જ મહારાષ્ટ્રના બદલાપુર, અને આસામના ધિંગ વિસ્તારમાંથી પણ બળાત્કારના સમાચારો આવ્યા છે. દેશભરમાં લોકો બળાત્કારીઓ માટે કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. એ દરમિયાન આસામમાં પોલીસના ખોફથી આરોપીએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
આસામના નાગાંવ ખાતે આવેલા ધીંગમાં ગુરુવારે સાંજે આ ઘટના બની હતી, જ્યારે ત્રણ ગુનેગારોએ એક માસૂમ તરુણી પર ક્રૂરતા આચરી હતી. ટ્યુશનમાંથી પરત ફરતી વખતે ધોરણ 10ની એક વિદ્યાર્થીની પર ત્રણ શખ્સોએ કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ બેભાન થઇ ગયેલી તરુણીને રસ્તાના કિનારે બેભાન હાલતમાં છોડી દીધી હતી. કોઈ મુસાફરે પીડિતાને નગ્ન અવસ્થામાં પડેલી જોઈ, અને પોલીસને જાણ કરી હતી.
એ પછી પીડિતાને ગંભીર હાલતમાં નાગાંવ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સગીર પર સામૂહિક બળાત્કારને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ થયો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક લોકો હજુ પણ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ સંગઠનો અને રહીશોએ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતના બંધની માંગણી કરી છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે સગીર સાથે બનેલી ભયાનક ઘટના માનવતા વિરુદ્ધ ગુનો છે. આનાથી આપણા સામૂહિક અંતરાત્માને ઠેસ પહોંચી છે. અમે કોઈને પણ બક્ષીશું નહીં, ગુનેગારોને ન્યાયના કઠેરામાં લાવીશું. મેં આસામ પોલીસના ડીજીપીને સ્થળની મુલાકાત લેવા અને આવા રાક્ષસો સામે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
પોલીસે આ કેસમાં બે આરોપીઓ ઝોનેદુલ ઇસ્લામ અને તફ્ફઝુલ ઇસ્લામની ધરપકડ કરી હતી. ત્રીજો આરોપી હજી પોલીસની પકડની બહાર છે. પોલીસ જ્યારે બંને આરોપીઓને ક્રાઈમ સીન પર લઈ જઈ રહી હતી, ત્યારે તફ્ફઝુલ ઇસ્લામ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો, અને તળાવમાં કૂદી પડ્યો હતો. આરોપીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું કે સવારે 4 વાગે તેને ક્રાઈમ સીન પર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે તળાવમાં કૂદકો માર્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. પોલીસે જણાવ્યું કે બે કલાકની શોધખોળ બાદ આરોપીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આરોપીએ આ રીતે આપઘાત કરી લીધો, એ પાછળ કાયદાનો ડર જવાબદાર હોઈ શકે છે. સ્વાભાવિક રીતે મોટા ભાગના લોકોને આરોપીઓમાં આ પ્રકારનો ‘ખૌફ’ પેદા થાય, એવું જ જોઈએ છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા અને રાજ્યના કેબિનેટ મંત્રી પીયૂષ હઝારિકાએ કહ્યું છે કે પીડિતા હાલમાં સારી સ્થિતિમાં છે. ઘટના બાદ મંત્રી પિયુષ હજારિકાએ ધીંગની મુલાકાત લીધી હતી અને પીડિતાની તબિયત પૂછી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp