Video: છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 16 નક્સલીઓને મોતને ઘાટ ઉતારી દીધા, 4 સૈનિક ઈજાગ્રસ્ત

Video: છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 16 નક્સલીઓને મોતને ઘાટ ઉતારી દીધા, 4 સૈનિક ઈજાગ્રસ્ત

03/29/2025 National

SidhiKhabar

SidhiKhabar

Video: છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 16 નક્સલીઓને મોતને ઘાટ ઉતારી દીધા, 4 સૈનિક ઈજાગ્રસ્ત

Sukma Encounter: છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલોમાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં 16 નક્સલીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ સુકમાના જંગલોમાંથી નક્સલીઓના મૃતદેહ કબજે કર્યા છે. આ એન્કાઉન્ટરમાં 4 સૈનિકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. 4 ઇજાગ્રસ્ત સુરક્ષા કર્મચારીઓમાંથી ૩ DRG અને 1 CRPF જવાન છે. ઇજાગ્રસ્ત થયેલા સૈનિકોની હાલત જોખમની બહાર છે.

છત્તીસગઢ બસ્તર ઝોનના IG, પી. સુંદરરાજના જણાવ્યા અનુસાર, સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 16 નક્સલીઓ માર્યા ગયા છે. આ દરમિયાન, સુકમાના SP કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે, સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરાલાપાલ વિસ્તારના જંગલમાં હજુ પણ ગોળીબારી ચાલુ છે.


નક્સલવાદીઓની ઉપસ્થિતિ અંગે મળી હતી બાતમી

નક્સલવાદીઓની ઉપસ્થિતિ અંગે મળી હતી બાતમી

સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. શુક્રવારે (28 માર્ચ)ના રોજ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા શરૂ કરાયેલ સંયુક્ત નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન ગોળીબારી શરૂ થઇ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુકમા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કેરલાપાલ વિસ્તારમાં નક્સલીઓની હાજરી અંગેની ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

સંયુક્ત ટીમ 28 માર્ચે સર્ચ ઓપરેશન માટે નીકળી હતી. 29 માર્ચની સવારથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલી રહ્યો છે. સુરક્ષા દળો હાલમાં ઘટનાસ્થળ અને આસપાસના જંગલ વિસ્તારોમાં સઘન શોધખોળ હાથ ધરી રહ્યા છે. સુકમા છત્તીસગઢના બસ્તર ક્ષેત્રના સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાંનો એક છે, જ્યાં અગાઉ પણ ઘણા નક્સલી હુમલા થઈ ચૂક્યા છે.

શુક્રવારે, છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા ઇમ્પ્રૂવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)માં વિસ્ફોટ થતા એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બસ્તરના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી.ના જણાવ્યા અનુસાર, બેડા કોટી તરફ નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા IED વિસ્ફોટમાં એક સૈનિક ઉડાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત સૈનિકને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે."


મોટી માત્રામાં ઘાતક હથિયારો મળી આવ્યા

મોટી માત્રામાં ઘાતક હથિયારો મળી આવ્યા

સુરક્ષા દળોએ ઘટનાસ્થળ પરથી મોટી માત્રામાં AK-47, SLR, INSAS રાઇફલ્સ, 303 રાઇફલ્સ, રોકેટ લોન્ચર, BGL લોન્ચર હથિયારો અને અન્ય વિસ્ફોટકો જપ્ત કર્યા છે. DRG સુકમા અને CRPFના સંયુક્ત દળો દ્વારા બીજાપુર ઓપરેશનમાં માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ અથડામણમાં DRGના 2 જવાન  ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત સૈનિકોની હાલત સામાન્ય છે. તેઓ જોખમથી સંપૂર્ણપણે બહાર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top