UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલ્યા- ‘જેમના ઘર તોડવામાં આવ્યા, તેમને..’
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજ શહેરમાં બુલડોઝરની કાર્યવાહી માટે ઉત્તર પ્રદેશ સરકાર અને સ્થાનિક પ્રશાસનને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બુલડોઝરની કાર્યવાહી ગેરબંધારણીય સાથે જ અમાનવીય હતી. જસ્ટિસ ઓકા અને ઉજ્જલ ભુઇયાની ખંડપીઠે રાહત મેળવવા માટે કોર્ટમાં પહોંચેલા મકાન માલિકોને 10-10 લાખનું વળતર આપવાનો આદેશ આપતા કહ્યું કે, તેનાથી અમારા અંતરાત્માને આંચકો લાગ્યો છે. આશ્રયનો અધિકાર, કાયદાની યોગ્ય પ્રક્રિયા નામની પણ કોઇ વસ્તું હોય છે. આ અગાઉ, કોર્ટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના વકીલ, પ્રોફેસર અને કેટલાક અન્ય લોકોના મકાનો તોડી પાડવા બદલ ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી હતી.
વકીલ ઝુલ્ફીકાર હૈદર, પ્રોફેસર અલી અહમદ અને અન્ય 3, જેમના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું કે, બુલડોઝરની કાર્યવાહીની માત્ર એક રાત અગાઉ તેમને નોટિસ આપવામાં આવી હતી. અરજદારોનું પ્રતિનિધિત્વ કરનારા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અધિકારીઓએ ભૂલથી એ જમીનની ઓળખ કરી લીધી, જેના પર તેમના ઘર બન્યા હતા, જે ગેંગસ્ટર અતીક અહમદની હતી, જેની 2023માં હત્યા કરવામાં આવી હતી. કોર્ટે અધિકારીઓને જે રીતે ડિમોલિશનની નોટિસ આપવાની રીત પર અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. જ્યારે રાજ્યના વકીલે જણાવ્યું હતું કે, મિલકતો પર નોટિસો ચોંટાડવામાં આવી હતી.
જસ્ટિસ ઓકાએ કહ્યું કે, આવા દબાણને રોકવું જોઈએ. આ કારણે તેમણે પોતાના ઘરો ગુમાવ્યા છે, અને દરેક કેસમાં 10 લાખ રૂપિયાનું વળતર નક્કી કરવું જોઈએ. આવું કરવાનો આ એકમાત્ર રસ્તો છે, જેથી આ ઓથોરિટી હંમેશાં યોગ્ય પ્રક્રિયાને અનુસરવાનું યાદ રાખે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, આ કેસો અમારી અંતરાત્માને આઘાત પહોંચાડે છે. આ કેસમાં અપીલકર્તાઓના રહેણાંક પરિસરને બળજબરીથી તોડી પાડવામાં આવ્યા છે, જેની અમે વિગતવાર ચર્ચા કરી છે.
કોર્ટે કહ્યું કે, જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેમને નોટિસનો જવાબ આપવાની તક પણ આપવામાં આવી નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારીઓ અને ખાસ કરીને વિકાસ ઓથોરિટીએ આ યાદ રાખવું જોઈએ કે આશ્રયનો અધિકાર પણ ભારતના બંધારણના અનુચ્છેદ 21નો એક અભિન્ન અંગ છે. આ રીતે ડિમોલિશન હાથ ધરવાથી વૈધાનિક વિકાસ ઓથોરિટીની અસંવેદનશીલતા દેખાય છે. કોર્ટે ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં ડિમોલિશન ડ્રાઇવના વાયરલ વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં બુલડોઝર ઘરોને તોડી રહ્યું હતું ત્યારે એક નાની છોકરી પોતાના પુસ્તકો પકડીને જોવા મળી હતી. જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે, દરેક વ્યક્તિ આવા દૃશ્યોથી પરેશાન છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp