સુરત : ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી, ફાયર બ્રિગેડની 11 ટીમોએ કાબુ મેળવ્યો

સુરત : ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી, ફાયર બ્રિગેડની 11 ટીમોએ કાબુ મેળવ્યો

11/11/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત : ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી, ફાયર બ્રિગેડની 11 ટીમોએ કાબુ મેળવ્યો

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં બે વેપારીઓની દિવાળી બગડી છે. મિલેનિયમ માર્કેટ-2માં લાગેલી આગને ફાયર બ્રિગેડે કલાકોની મહેનત બાદ કાબુ મેળવ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં આવેલી બે દુકાનોમાં આગ લગતા તેના પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડને મદદે બોલાવાવની ફરજ પડી હતી.

ટેક્ટાઈલ માર્કેટમાં દુકાનમાં મંદિરમાં રહેલા દીવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગની 11 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. લાશ્કરોએ કલંકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બિલ્ડિંગ પરના એલિવેશનના કારણે આગને કાબુમાં લેવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. આ અગાઉ પણ એલિવેશનને લઈ પાલિકાએ નોટિસ ફટકારી હતી.


સુરતમાં 5 વર્ષના બાળકના ગળામાં સિંગદાણો ફસાયો, ઓપરેશન કરી જીવ બચાવાયો

સુરતમાં 5 વર્ષના બાળકના ગળામાં સિંગદાણો ફસાયો, ઓપરેશન કરી જીવ બચાવાયો

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉચ્છલમાં અશ્વિનભાઈ લાલસિંહ માવચી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.અશ્વિનભાઈનો ૫ વર્ષીય દીકરો આરુષ સિંગદાણા ખાઈ રહ્યો હતો તે દરમ્યાન એક સિંગદાણો તેના ગળામાં ફસાઈ ગયો હતો જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ હતી. બાળકના પરિવારજનો તેને વ્યારા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા પરંતુ હાલત નાજુક થતી નજરે પડતાં  ત્યાંથી વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં તબીબોએ બાળકના સ્વસ્થ્યની તપાસ કરતા સિંગદાણો શ્વાસ નળીમાં ફસાયો હોવાનું જણાઈ આવ્યું હતું જેથી તબીબોએ અંદાજીત 1 કલાકના  ઓપરેશન પછી સિંગદાણો બહાર કાઢી લીધો હતો હાલ બાળકની સ્થિતિમાં સુધારો હોવાથી પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top