સ્વરા ભાસ્કરનો પતિ ફહાદ અહમદ લડશે વિધાનસભાની ચૂંટણી, આ મુંબઈ બેઠક પરથી ઉમેદવારી નક્કી!
મહારાષ્ટ્રમાં હજુ સુધી ન તો ચૂંટણી જાહેર કરવામાં આવી છે કે ન તો કોઈ પાર્ટીએ સત્તાવાર રીતે સીટ વહેંચણીનો ફોર્મ્યૂલા જાહેર કર્યો છે, પરંતુ નેતાઓ પહેલાથી જ તેમની પાર્ટીના ઉમેદવારોની સંભવિત બેઠકો માટે પ્રચાર કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટી, જે MVA ગઠબંધનનો ભાગ છે, તેને મુંબઈના અનુ શક્તિનગર વિધાનસભા ક્ષેત્રમાંથી ટિકિટ મળવાની પૂરી આશા છે. આ સીટ પર અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને મેદાનમાં ઉતારી શકાય છે. વર્તમાનમાં NCPના નવાબ મલિક આ બેઠક પરથી ધારાસભ્ય છે. પરંતુ હાલમાં મલિક અજીત પવાર કેમ્પમાં છે અને તેમની તબિયત પણ ખરાબ છે. એવામાં મલિક ચૂંટણી લડે તેવી સંભાવના ઓછી છે. તેમની પુત્રી આ બેઠક પરથી ઉમેદવાર બની શકે છે. એવામાં સ્વરાના પતિ ફહાદ સાથે તેની સ્પર્ધા નિશ્ચિત માનવામાં આવે છે.
સ્વરાનો પતિ ફહાદ સામાજિક આંદોલનો દ્વારા રાજકારણમાં આવ્યો અને સપામાં જોડાઇ ગયો. હવે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. એવામાં અબૂ આઝમીના નેતૃત્વમાં સીટ જાહેર કર્યા વિના જ ફહાદે એક બેઠક બોલાવી હતી, જેમાં NCP શરદ જૂથના સાંસદ અને નેતા સુપ્રિયા સુલે પોતે હાજર હતા.
સુપ્રિયા સુલેએ નવાબ મલિક પર પ્રહાર કર્યો તેમના પર ભાજપ દ્વારા કરવામાં આવેલા અત્યાચારની યાદ અપાવવાનો પ્રયાસ કર્યો. સુપ્રિયાએ તો અહી સુધી કહી દીધુ કે અનિલ દેશમુખ, સંજય રાઉત જેવા લોકોએ જેલમાં રહીને સરેન્ડર કર્યા વિના ભાજપ સામે છે, પરંતુ નવાબભાઈએ પલટી ગયા.
તેમણે નવાબ મલિક સાથેના સંબંધોનો સંદર્ભ આપતા કહ્યું કે, પાર્ટી અને તેઓ હંમેશાં તેમની સાથે છે. જેલમાં મળવા ગયા અને હોસ્પિટલમાં પણ. હવે જો ભાજપ બતાવે નવાબ મલિક સારા છે તો નવાબ મલિક અને NCP પાસે ભાજપ માફી માંગે. તેની સાથે જ અબુ આઝમી અને ફહાદે પણ પાર્ટીની જીત માટે નારા હુંકાર ભર્યો હતો. હવે એ જોવાનું રહેશે કે મહાવિકાસ આઘાડી આ સીટ સપા માટે છોડે છે કે નહીં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp