સ્વરા ભાસ્કરે X પર એવી શું પોસ્ટ કરી કે એકાઉન્ટ પરમનેન્ટ સસ્પેન્ડ કરી દેવાયું, અભિનેત્રી ગુસ્સે ભરાઇ
Swara Bhaskars X Account Permanently Suspended: 'તનુ વેડ્સ મનુ'ની અભિનેત્રી સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. ગુરુવારે (30 જાન્યુઆરીએ) સ્વરાનું X એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસના અવસર પર મહાત્મા ગાંધી વિશે તેમણે કરેલી 2 પોસ્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કારણ કે તે કથિત કોપીરાઇટનું ઉલ્લંઘન છે. 36 વર્ષીય સ્વરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ટીમ તરફથી મળેલા ઇ-મેઇલનો સ્ક્રીનશોટ શેર કર્યો અને આ નિર્ણયને 'મૂર્ખતાપૂર્ણ' અને 'અસ્વીકાર્ય' ગણાવ્યો.
અભિનેત્રીએ પોતાના કેપ્શનમાં લખ્યું કે, 'તમે આ બધું ફક્ત આમ જ નહીં કહી શકો. ડિયર X, મારી 2 ટ્વીટમાંની 2 તસવીરોને કૉપિરાઇટ ઉલ્લંઘન તરીકે ચિહ્નિત કરવામાં આવી છે. હું મારું X એકાઉન્ટ ખોલી શકતી નથી અને તમારી ટીમ તરફથી તેને પર્મેનેન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
પોતાની પહેલી પોસ્ટમાં સ્વરાએ લખ્યું કે, “એક તસવીરનું બેકગ્રાઉન્ડ નારંગી હતું અને તે હિન્દીની દેવનાગરી લિપિમાં લખેલું હતું – ‘ગાંધી હમ શર્મિદા હૈ, તેરે કાતિલ અભિ જિંદા હૈ’. આ ભારતમાં પ્રગતિશીલ આંદલનનો એક લોકપ્રિય નારો છે. આમાં કોઇ કોપીરાઇટ ઉલ્લંઘનની વાત નથી. બીજી તસવીર મારા પોતાના બાળકની છે, જેમાં તેનો ચહેરો છુપાયેલો છે. તે ભારતીય ધ્વજ લહેરાવી રહી છે. સાથે લખ્યું છે - પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ. આમાં શું કૉપિરાઇટનું ઉલ્લંઘન હોઇ શકે છે? મારા બાળકને પસંદ કરવોનું કૉપિરાઇટ કોની પાસે છે?
View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara)
A post shared by Swara Bhasker (@reallyswara)
'આ મને હેરાન કરવાનો પ્રયાસ છે'
સ્વરાએ આગળ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેણે લખ્યું કે, 'આ બંને ફરિયાદો કૉપિરાઇટની કોઇપણ કાયદાકીય વ્યાખ્યાની તર્કસંગત, તાર્કિક અને ઉદ્દેશ્યપૂર્ણ સમજણથી ખૂબ દૂર છે.' જો આ બંને પોસ્ટ મોટા પાયે રિપોર્ટ કરવામાં આવી હોય તો આ યુઝર એટલે કે મને હેરાન કરવાનો પ્રયાસ છે. આ દ્વારા મારી અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કૃપા કરીને આ બાબત પર ધ્યાન આપો અને તમારો નિર્ણય બદલો. આભાર, સ્વરા ભાસ્કર.
સ્વરા ભાસ્કરની આ પોસ્ટ યુઝર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. સ્વરાની આ પોસ્ટ પર એક્સ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું - 'વાહ... પૂર્વ પતિએ આ ખૂબ પહેલા કરી લેવું જોઇતું હતું'. બીજાએ લખ્યું- 'તારી હરકતો એવી છે કે તને દરેક જગ્યાએથી પ્રતિબંધિત કરી દેવી જોઇએ, અને શું તું ભારતમાં રહેવાને પણ લાયક છે, ગાંધીના હત્યારાઓમાં બીજું કોણ જીવિત છે?' બીજાએ લખ્યું - 'સીધે સીધુ કહી દો ને... આમાં મોદી સરકારનો હાથ છે.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp