મૉસ્ટ ફેવર્ડ નેશન શું છે? જેના હટવાથી ભારતને નુકસાન થશે!

મૉસ્ટ ફેવર્ડ નેશન શું છે? જેના હટવાથી ભારતને નુકસાન થશે!

12/14/2024 World

SidhiKhabar

SidhiKhabar

મૉસ્ટ ફેવર્ડ નેશન શું છે? જેના હટવાથી ભારતને નુકસાન થશે!

What is Most Favoured Nation (MFN): ગઇ કાલે સ્વિત્ઝર્લેન્ડથી એક માઠા સમાચાર આવ્યા. સ્વિત્ઝર્લેન્ડે ભારતનો મૉસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પરત ખેંચવાની જાહેરાત કરી દીધી છે. તેની ભારત પર ભારે અસર થવાની છે. સ્વિત્ઝર્લેન્ડનો આ આદેશ 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. તો ચાલો જાણીએ MFN શું છે? જેના કારણે ભારતમાં ઘણી વસ્તુઓની કિંમતો ઝડપથી વધી શકે છે. ચાલો જણીએ કેવી રીતે?


મૉસ્ટ ફેવર્ડ નેશન શું છે?

મૉસ્ટ ફેવર્ડ નેશન શું છે?

મૉસ્ટ ફેવર્ડ નેશન એ બે દેશો વચ્ચેનો પરસ્પર કરાર છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) અનુસાર, MFN હેઠળ બંને દેશો વચ્ચેના વેપારમાં કોઇ ભેદભાવ રાખવામાં આવશે નહીં. ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે ડબલ ટેક્સેશન એગ્રીમેન્ટ (DTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત બંને દેશોની કંપનીઓને ટેક્સમાં છૂટ મળતી હતી. આ કારણે ભારતીય કંપનીઓ સ્વિત્ઝર્લેન્ડ અને સ્વિસ કંપનીઓ ભારતમાં જંગી નફો કમાતી હતી.


ભારત પર શું થશે અસર?

ભારત પર શું થશે અસર?

હવે સ્વિત્ઝર્લેન્ડે MFNને રદ કરવાની જાહેરાત કરી દીધી છે. જેના કારણે ભારતીય કંપનીઓએ સ્વિત્ઝર્લેન્ડમાં ભારે ટેક્સ ચૂકવવો પડશે. તેની અસર સ્વિત્ઝર્લેન્ડથી આવતા માલસામાન પર પણ જોવા મળશે. ઉદાહરણ તરીકે, નેસ્લે એક સ્વિસ કંપની છે, જેની મેગી, મંચ અને કિટકેટ ચોકલેટ્સ, ડેરી ઉત્પાદનો, કૉફી જેવા ઉત્પાદનો ભારતમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. પરંતુ 1 જાન્યુઆરીથી આ વસ્તુઓ મોંઘી થઇ શકે છે.

સ્વિત્ઝર્લેન્ડના આ આદેશ બાદ ભારતીય કંપનીઓને ભારે ઝટકો લાગ્યો છે. સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીય કંપનીઓ માટે 1 જાન્યુઆરી, 2025થી નવા નિયમો અમલમાં આવશે. આ હેઠળ, ભારતીય કંપનીઓએ સ્વિત્ઝર્લેન્ડમાં જે પણ નફો કરે છે તેના 10 ટકા સ્વિસ સરકારને ટેક્સ તરીકે ચૂકવવાનું ફરજિયાત રહેશે.


સ્વિત્ઝર્લેન્ડે શા માટે આ પગલું ભર્યું?

સ્વિત્ઝર્લેન્ડે શા માટે આ પગલું ભર્યું?

તમને જણાવી દઇએ કે, ભારતમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સ્વિત્ઝરલેન્ડે આ નિર્ણય લીધો છે. નેસ્લે કંપની વિરુદ્ધ ચૂકાદો આપતા સુપ્રીમ કોર્ટે ટેક્સ વધારવાની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી આવકવેરા કાયદા હેઠળ DTAને સૂચિત કરવામાં નહીં આવે ત્યાં સુધી નેસ્લે સહિત તમામ સ્વિસ કંપનીઓને ડબલ ટેક્સ ચૂકવવો પડશે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ સ્વિસ સરકારે પણ MFN રદ્દ કરવાની જાહેરાત કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top