‘સૈયદ સલાહુદ્દીન, હાફિઝ સઇદ, મસૂદ અઝહર..’, એરસ્ટ્રાઈકમાં આતંકના ત્રણેય આકાઓને કેટલું નુકસાન પહોંચ્યું?
ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લઈ લીધો છે. મંગળવારે રાત્રે 1:05 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલના 9 સ્થળો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં, ત્રણેય આતંકવાદી સંગઠનોના વડાઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. આ ત્રણેય આતંકવાદી સંગઠનો લોહીના આંસુ વહાવી રહ્યા છે. આ હુમલાથી મસૂદ અઝહર એટલો તૂટી ચૂક્યો છે કે તેણે તો અહી સુધી કહી દીધું કે આ હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું થાત. ચાલો જાણીએ કે ‘ઓપરેશન સિંદૂર’એ ત્રણેય આતંકવાદીઓ અને તેમના સંગઠનને કેટલું નુકસાન પહોંચાડ્યું છે.
લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના 3 ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મિરદકે, સવાઈનાલા અને મરકઝ અહલે હદીસ (બરનાલા)નો સમાવેશ થાય છે. મુરદકેમાં સ્થિત કેમ્પને લશ્કર-એ-તૈયબાનું કેન્દ્ર અથવા મુખ્યાલય પણ કહેવામાં આવે છે. આ એ જગ્યા છે જ્યાં આતંકવાદીઓને તાલીમ મળતી હતી. આ સ્થળ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 30 કિલોમીટર દૂર હતું. બરનાલા અને સવાઈનાલામાં આવેલા ઠેકાણાઓમાં આતંકવાદીઓને શસ્ત્રો અને IEDની તાલીમ આપવામાં આવતી હતી.
આ હુમલામાં સૌથી મોટો ઘા આતંકવાદી મસૂદ અઝહરને થયો છે. જૈશ-એ-મોહમ્મદના બહાવલપુર મુખ્યાલય, સરજાલ, બિલાલ કેમ્પ અને કોટલી સ્થિત લોન્ચ પેડને નિશાન બનાવીને નાશ કરવામાં આવ્યા. બહાવલપુર જૈશનું સૌથી મોટું ઓપરેશન હબ હતું. બહાવલપુરનું કેન્દ્ર આંતરરાષ્ટ્રીય સરહદથી 100 કિલોમીટર દૂર હતું. ઓપરેશન સિંદુરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યોના મોત થયા છે. મસૂદ અઝહરની મોટી બહેન અને તેનો પતિ, ભત્રીજો અને તેની પત્ની અને અન્ય ભત્રીજાઓ અને પરિવારના 5 બાળકોનું મોત થયું છે. આ હુમલામાં મસૂદ અઝહરના એક નજીકનો સાથી, તેની માતા અને 2 અન્ય નજીકના સાથીઓનું પણ મોત થયું હતું. હુમલામાં પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા બાદ મસૂદ અઝહર ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો.
આ હુમલામાં આતંકવાદી કારી મોહમ્મદ ઇકબાલ પણ માર્યો ગયો છે. કારી ઇકબાલ કોટલીમાં આતંકવાદી કેમ્પ ચલાવતો હતો. કારી ઇકબાલ ઉપરાંત 10 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનના ઠેકાણાઓ પર પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. કોટલી, મેહમૂના ઝોયા (સિયાલકોટ) અને રાહિલ શહીદ કેમ્પને તબાહ કરી દેવામાં આવ્યા. હિઝબુલ મુજાહિદ્દીનના મોટાભાગના ઠેકાણા PoKમાં 10-15 કિલોમીટર દૂર હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp