આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું 'માઈચૌંગ'! ક્યાં મચાવશે તબાહી? ક્યાં પડશે ભારે વરસાદ? જાણો ગુજરા

આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું 'માઈચૌંગ' ! ક્યાં મચાવશે તબાહી? ક્યાં પડશે ભારે વરસાદ? જાણો ગુજરાત માટેની આગાહી...

12/02/2023 National

SidhiKhabar

SidhiKhabar

આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું 'માઈચૌંગ'!  ક્યાં મચાવશે તબાહી? ક્યાં પડશે ભારે વરસાદ? જાણો ગુજરા

IMD Forecast: ભારતીય હવામાન ખાતાએ ચક્રવાતી તોફાન માઈચૌંગ અંગે એલર્ટ જાહેર કર્યું છે. IMD ની લેટેસ્ટ આગાહી મુજબ ચક્રવાતી તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ-પૂર્વ-અને તેની નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર દબાણ છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી ગયું. તે 2 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાના અને 3 ડિસેમ્બરની આજુબાજુ બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી ઉપર એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે


તમિલનાડુમાં આવી શકે ચક્રવાતી તોફાન

તમિલનાડુમાં  આવી શકે ચક્રવાતી તોફાન

IMD ના પૂર્વાનુમાન મુજબ તમિલનાડુ જે છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ સામે ઝઝૂમી રહ્યું છે તે એક ચક્રવાતી તોફાન માટે તૈયાર થઈ રહ્યું છે. ચક્રવાત માઈચૌંગ 4 ડિસેમ્બરના સાંજે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાય તેવી શક્યતા છે. IMD એ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે તમિનાડુના ઉત્તર કાંઠે, પુડુચેરી અને કરાઈકલના રહીશો 3 ડિસેમ્બરના રોજ વધુ વરસાદ (204 મિમી ઉપર) અને 4 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના માટે તૈયાર રહે. સુરક્ષિત હે અને તમામ સાવધાની વર્તે.


ગુજરાત માટે આગાહી

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ રાજ્યમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હજુ પણ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા ઉત્તરી મહારાષ્ટ્રના કોસ્ટલ એરિયા પર સક્રિય છે. આ સાઈક્લોનિક સિસ્ટમ આગળ વધતા તેની સાથે વાદળો પણ મધ્ય ગુજરાત તરફ ખેંચાયા છે. જેના કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં વડોદરા, ભરૂચ, ખેડા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, તાપી, ડાંગ સહિત વિસ્તારોમાં 3 દિવસ વરસાદ પડી શકે છે. હવામાન વિષ્ણાંત ચિરાગ શાહના જણાવ્યાં મુજબ અમદાવાદ સહિત રાજ્યમાં વાદળિયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top