ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘જેલર’ના અભિનેતા ટેલિવિઝન શોના ડબિંગ દરમિયાન અચાનક ઢળીને મૃત્યુ પામ્યા!

ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘જેલર’ના અભિનેતા ટેલિવિઝન શોના ડબિંગ દરમિયાન અચાનક ઢળીને મૃત્યુ પામ્યા!

09/08/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘જેલર’ના અભિનેતા ટેલિવિઝન શોના ડબિંગ દરમિયાન અચાનક ઢળીને મૃત્યુ પામ્યા!

G Marimuthu Death : સાઉથના સુપરસ્ટાર અને ‘થલાઈવા’ના હુલામણા નામે જાણીતા રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ (Jailer) અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. એક અંદાજ મુજબ ફિલ્મનું અત્યાર સુધીનું ગ્રોસ કલેક્શન 600 કરોડને આંબી ગયું છે. પરંતુ આ દરમિયાન ફિલ્મના ક્રૂ માટે માથા સમાચાર આવ્યા છે. ફિલ્મ સાથે સંલાયેલા અભિનેતા અચાનક મૃત્યુ પામ્યા છે.


ટીવી શો ના ડબિંગ દરમિયાન ઢળી પડ્યા, અને...

ટીવી શો ના ડબિંગ દરમિયાન ઢળી પડ્યા, અને...

બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'ના અભિનેતા જી મેરીમુથુનું આજે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તેમના મૃત્યુના સમાચારથી મનોરંજન જગતમાં શોક વ્યાપી ગયો છે. જી મેરીમુથુના હાર્ટ એટેકને કારણે સવારે 8:00 વાગ્યે એથિરનીચલ નામના તેના ટેલિવિઝન શો માટે ડબિંગ કરતી વખતે  અચાનક બેભાન થઈ ગયા હતા અને અચાનક ઢળી પડ્યાં હતા. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. તમિલ અભિનેતા-દિગ્દર્શક તાજેતરમાં રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'માં જોવા મળ્યા હતા.  ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ શુક્રવારે એક્સ (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) પર અભિનેતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.

જી મેરીમુથુએ તમિલ ટેલિવિઝન શ્રેણીમાં એથિરનીચલની ભૂમિકામાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. તેણે ફિલ્મ નિર્માતા મણિરત્નમ અને અન્ય સાથે સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ જેલર અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.


ફિલ્મ ‘જેલર’ની રેકોર્ડ બ્રેક કમાણી

રજનીકાંતની ફિલ્મ 'જેલર' બોક્સ-ઓફિસ પર અત્યાર સુધીમાં વિશ્વભરમાં 637 કરોડની કમાણી કરી ચૂકી છે. આ સાથે જ જેલરે સૌથી ઓછા સમયમાં 600 કરોડની કમાણી કરનાર બીજી તમિલ ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિવાય આ ફિલ્મ યુકે અને નોર્થ અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ પણ બની ગઈ છે.

તે જ સમયે, આ ફિલ્મ દક્ષિણ-ભારતના તમામ રાજ્યોમાં 50 કરોડનો આંકડો પાર કરનાર ત્રીજી ભારતીય અને પ્રથમ તમિલ ફિલ્મ પણ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top