જગન્નાથ યાત્રાનો પ્રારંભ..' આ નદીના જળથી 108 કળશ ભર્યાં..! આરતીમાં હર્ષ સંઘવી સહિત રાજકીય નેતાઓ

જગન્નાથ યાત્રાનો પ્રારંભ..' આ નદીના જળથી 108 કળશ ભર્યાં..! આરતીમાં હર્ષ સંઘવી સહિત રાજકીય નેતાઓ રહ્યાં હાજર

06/22/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

જગન્નાથ યાત્રાનો પ્રારંભ..' આ નદીના જળથી 108 કળશ ભર્યાં..! આરતીમાં હર્ષ સંઘવી સહિત રાજકીય નેતાઓ

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો આજે વાજતે ગાજતે પ્રારંભ કરવામાં આવ્યો. હર્ષોલ્લાસ પૂર્વક જળયાત્રા ભૂદરના આરે પહોંચી હતી. સાબરમતીના કિનારે 108 કળશ લાવવામાં આવ્યા હતા. સાબરમતીના કિનારેથી સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગાપૂજન અને આરતી કરવામાં આવી.


મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સંત સમિતિના

મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સંત સમિતિના

આ મહોત્સવ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગદગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજ, ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજર રહ્યા. સાબરમતી નદીનું જળ ભરી 108 કળશ મંદિરમાં લાવવામાં આવશે. આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરાશે. ત્યારબાદ ભગવાનન જગન્નાથજીનો મહાજળાભિષેક કરવામાં આવશે.


ભગવાન જગન્નાથ આ વેશમાં આપશે દર્શન

ભગવાન જગન્નાથ આ વેશમાં આપશે દર્શન

ભગવાન જગન્નાથજીના મહાજળાભિષેક બાદ ભગવાન ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. ત્યારબાદ તેઓ ભાઈ બલરામ અને બનેહ સુભદ્રાજી સાથે સાંજે મોસાળમાં જશે. સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં રોજ સવાર અને સાંજ અવનવી વાનગીઓનો મનોરથ ધરાવવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top