નવા વર્ષે પહેલીવાર મળી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, જાણો શું છે ભાવ, કઈ રીતે ખરીદવું

નવા વર્ષે પહેલીવાર મળી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, જાણો શું છે ભાવ, કઈ રીતે ખરીદવું

01/10/2022 Business

SidhiKhabar

SidhiKhabar

નવા વર્ષે પહેલીવાર મળી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, જાણો શું છે ભાવ, કઈ રીતે ખરીદવું

બિઝનેસ ડેસ્ક: ભારતમાં રોકાણના ફાયનાન્શિયલ એસેટ્સ અને નોન-ફાયનાન્શિયલ એસેટ્સ એવા બે વિકલ્પો છે. ફાયનાન્શિયલ એસેટ્સમાં માર્કેટ-લિંક્ડ સિક્યોરિટીઝ જેમ કે, મ્યુચ્યુઅલ ફંડ, લાઇવ સ્ટોક વગેરે અને ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ્સમાં બેન્ક FD, PPF, બેન્ક RD વગેરેનો સમાવેશ થાય છે. જયારે નોન- ફાયનાન્શિયલ એસેટ્સમાં ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ, રિયલ એસ્ટેટ, ટ્રેઝરી બિલ્સ વગેરેનો સમાવેશ થાય છે.

મોટાભાગના લોકો ફાયનાન્શિયલ એસેટ્સમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જો તમે પણ બિન-નાણાકીય એસેટ્સમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર તમને સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની અગિયારમી સીરીઝ 10 જાન્યુઆરી, 2022થી શરૂ થઈ રહી છે, જેમાં તમે બજાર કરતાં ઓછા દરે સોનું ખરીદી શકો છો. સોવરિન ગોલ્ડ બોન્ડ RBI દ્વારા જારી કરવામાં આવે છે.

અરજી ક્યારે કરવી?
તમે Sovereign Gold Bonds સ્કીમ માટે 5 દિવસની અંદર અરજી કરી શકો છો. આ સ્કીમ 10 જાન્યુઆરીએ ખુલશે અને 14 જાન્યુઆરીએ બંધ થશે.

કિંમત કેટલી હશે?
ભારતીય રિઝર્વ બેંકે (RBI) સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની નવી સીરીઝ માટે ઈશ્યુ રેટ નક્કી કર્યા છે. આ સિરીઝમાં તમે 4,786 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે સોનું ખરીદી શકો છો. આ સિવાય જો તમે આ સીરીઝમાં ડિજિટલ મોડ દ્વારા પેમેન્ટ કરશો તો રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રમાણે તમને તે 4,736 રૂપિયા પ્રતિ ગ્રામના દરે મળશે.

આ બોન્ડ ક્યાંથી ખરીદી શકાય ?
રોકાણકારો તેને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જ, NSE અને BSE દ્વારા ખરીદી શકે છે. આ બોન્ડ સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંકમાં વેચાતા નથી.

સોનું કેટલું ખરીદી શકો છો?
લઘુત્તમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. બોન્ડને એક ગ્રામ સોનાના એકમો અને તેના ગુણાંકમાં દર્શાવવામાં આવશે. (એટલે કે, 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ) વ્યક્તિગત રીતે મહત્તમ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકાય છે. જયારે ટ્રસ્ટ અથવા કોઈપણ સંસ્થા 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે.

જાણો સોવરિન ગોલ્ડ બોન્ડ વિશે

Sovereign Gold Bond એક પ્રકારનો સરકારી બોન્ડ છે. આ સ્કીમ RBI દ્વારા જારી કરવામાં આવે છે. સરકારે તેની શરૂઆત વર્ષ 2015માં કરી હતી. રોકાણકાર તેને સોનાના વજનના રૂપમાં ખરીદી શકે છે. બોન્ડ પાંચ ગ્રામનો હોય તો તેની કિંમત પાંચ ગ્રામ સોના જેટલી હશે.

સોવરિન ગોલ્ડ બોન્ડના ફાયદા

સોવરિન ગોલ્ડ બોન્ડના ફાયદા

- સલામત: ભૌતિક સોનાને હેન્ડલ કરવાનું શૂન્ય જોખમ
- વ્યાજ: પ્રારંભિક રોકાણ પર વાર્ષિક 2.5% થી 2.75% સુધીનું ખાતરીપૂર્વકનું વ્યાજ
- કર લાભો: જો બોન્ડ પાકતી મુદત પહેલા ટ્રાન્સફર કરવામાં આવે તો વ્યાજ ઈન્ડેક્સેશન લાભ પર કોઈ TDS લાગુ પડતું નથી. રિડેમ્પશન પર કેપિટલ ગેઇન ટેક્સ મુક્તિ
- શુદ્ધતાની ખાતરી: આરબીઆઈ ઇશ્યૂની તારીખ પહેલાં કિંમત જાહેર કરશે જે IBJA દ્વારા પ્રકાશિત 999 શુદ્ધતાના સોનાના પાછલા સપ્તાહના બંધ ભાવની સામાન્ય સરેરાશ પર નક્કી કરવામાં આવશે.
- સાર્વભૌમ ગેરંટી: રિડેમ્પશન રકમ અને વ્યાજ બંને પર
- સરળ એક્ઝિટ વિકલ્પ: બોન્ડની મુદત 8 વર્ષ માટે છે જેમાં વ્યાજ ચૂકવવાપાત્ર હોય તે તારીખે 5મા વર્ષથી રિડીમ કરવાનો વિકલ્પ છે.
- લોન લેવાની સરળતા: SGBનો ઉપયોગ લોન માટે કોલેટરલ તરીકે થઈ શકે છે
- ટ્રેડિંગ: RBI દ્વારા જારી કર્યાના પખવાડિયાની અંદર સ્ટોક એક્સચેન્જમાં બોન્ડ્સનું ટ્રેડિંગ થઈ શકે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top