અંદાજે 26,730 કરોડ રૂપિયામાં તૈયાર થશે અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર : જાણો તેની વિશેષતાઓ

અંદાજે 26,730 કરોડ રૂપિયામાં તૈયાર થશે અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર : જાણો તેની વિશેષતાઓ

01/14/2022 National

SidhiKhabar

SidhiKhabar

અંદાજે 26,730 કરોડ રૂપિયામાં તૈયાર થશે અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર : જાણો તેની વિશેષતાઓ

નેશનલ ડેસ્ક: ભારત માલા પ્રોજેક્ટ હેઠળ સરકાર ગુજરાતના જામનગરથી પંજાબના અમૃતસર સુધી દેશના સૌથી લાંબા ઇકોનોમિક કોરિડોરનું નિર્માણ કરવા જઈ રહી છે. દેશની પશ્ચિમ સરહદે નિર્માણાધીન આ કોરિડોર 1224 કિલોમીટર લાંબો છે અને તેનો સૌથી મોટો હિસ્સો રાજસ્થાનમાંથી પસાર થાય છે. તે પંજાબના અમૃતસરને ગુજરાતના જામનગર સાથે જોડે છે.


2025 સુધીમાં કાર્યરત થશે

જામનગર-અમૃતસર હાઈ-વે દેશનો બીજો સિક્સ-લેન એક્સપ્રેસ વે હશે, જેની ઉપર ઇન્ટરચેન્જ અથવા સાઈટની નજીક હેલિપેડ બનાવવામાં આવશે. આ માટે નેશનલ હાઈ-વે ઓથોરીટીએ લગભગ 20 થી 25 સાઈટ્સ અંગે તપાસ શરૂ કરી દીધી છે. જેમાંથી મોટાભાગની રાજસ્થાનમાં છે. આ માટે જમીન સંપાદનનું કામ પૂર્ણ થઇ ગયું છે, NHAI મુખ્યમથક ખાતેથી પ્રસ્તાવ પાસ થતા જ તેનું નિર્માણ શરૂ કરવામાં આવશે.

આ કોરિડોર વર્ષ 2025 સુધીમાં કાર્યરત થઇ જશે તેવો અંદાજ છે. જેનો અંદાજિત ખર્ચ 26,730 કરોડ હોવાનું માનવામાં આવે છે. રાજસ્થાનમાં હાઈ-વેનું 25 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.


એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવાશે

એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવાશે

આ હાઈ-વે ઉપર અકસ્માતોને રોકવા માટે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. 1224 કિલોમીટરમાં 6 થી 7 હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. વાહનની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકથી વધી જાય તો તરત જ તે ગેન્ટ્રીને એલર્ટ કરશે.


ATMS આ રીતે કામ કરશે

- વેરિયેબલ મેસેજ સાઇન (VMS) દર 10 કિમીએ એક ગેન્ટ્રી: મુશ્કેલ સ્થાન પર LED ડિસ્પ્લે, જે ઈમરજન્સીની અગાઉથી ચેતવણી આપશે
-દર 10 કિમીએ વાહન અકસ્માત શોધવાની સિસ્ટમ: હાઈ-રિસ્ક સ્થળો, ઇન્ટરચેન્જ, ફ્લાયઓવર પર કેમેરા
- દર 10 કિમીએ વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ: સ્પીડ ગેન્ટ્રી પર 3 LED પ્રદર્શિત થાય છે જેથી જો સ્પીડ 100 કિમીથી વધી જાય તો ડ્રાઈવરને ચેતવણી આપી શકાય.
- દર 1 કિમીના અંતરે ઈમરજન્સી કોલ બોક્સ સિસ્ટમઃ  એમ્બ્યુલન્સ, હાઈવે પેટ્રોલ અને અન્ય મદદ માટે કોલ કરતા જ થોડીવારમાં તે સ્થાન પર પહોંચી જશે.
- દરેક 1 કિમીના અંતરે ટ્રાફિક મોનિટરિંગ કેમેરા સિસ્ટમ: 10 મીટરના પોલ પર, તેઓ વાહનની હિલચાલ પર નજર રાખશે.
- કંટ્રોલ રૂમ અને ડેટા સેન્ટર: દર 100 કિમી પર એક વીડિયો વોલ. 24 કલાક લાઈવ મોનીટરીંગ રહેશે. રિયલ ટાઈમ મદદ કરી શકશે. આ ઉપરાંત પોલીસની મદદથી ઝડપી વાહનો માટે ઈ-ચલાન પણ જનરેટ કરવામાં આવશે.


આર્મીનો રિસ્પોન્સ ટાઈમ 48 કલાક ઘટશે

આર્મીનો રિસ્પોન્સ ટાઈમ 48 કલાક ઘટશે

આ એક્સપ્રેસવે (expressway) સરહદની નજીક ભારતમાલા પ્રોજેક્ટના બે લેનને જોડશે. ઉપરાંત પશ્ચિમ સરહદ પરના મોટા સૈન્ય મથકોને જોડશે. ઓપરેશન પરાક્રમ જેવી પરિસ્થિતિમાં સેનાનો સરહદ સુધી પહોંચવાનો સમય 48 કલાક જેટલો ઘટશે. સેના ઓછા સમયમાં સરહદ પર પહોંચી શકશે.


દર્દીઓ માટે એર લિફ્ટ કરવામાં આવશે

ઈમરજન્સી સમયે હેલિપેડનો ઉપયોગ કરવામાં આવશે. જરૂર પડશે તો સેના પણ તેનો ઉપયોગ કરી શકશે. ગંભીર સ્થિતિમાં દર્દીઓને એરલિફ્ટ પણ કરી શકાશે. આ સ્થળોએ ટ્રોમા સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે, રાજસ્થાનમાં તેની સંખ્યા 16થી વધુ છે.

પ્રથમ વખત ઇકોનોમિક કોરિડોર પર ભારે વાહનો વધુ દોડશે. તે પોરબંદર, મુન્દ્રા અને કંડલા બંદરોને જોડશે. જો પંજાબ, હરિયાણા, ગુજરાતને રોડ દ્વારા જોડવામાં આવશે તો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખના માલની સીધી નિકાસ થશે. અહીં ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાંથી માલની નિકાસ ઝડપી અને સસ્તી થશે. પ્રથમ વખત જામનગર, ભટિંડા, પચપાદરા રિફાઈનરી પણ તેની સાથે જોડાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top