ભારતીય વિકેટકીપર બેટ્સમેને નિવૃત્તિની જાહેરાત કરી, આ ટૂર્નામેન્ટમાં અંતિમ વખત જોવા મળશે

ભારતીય વિકેટકીપર બેટ્સમેને નિવૃત્તિની જાહેરાત કરી, આ ટૂર્નામેન્ટમાં અંતિમ વખત જોવા મળશે

11/04/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારતીય વિકેટકીપર બેટ્સમેને નિવૃત્તિની જાહેરાત કરી, આ ટૂર્નામેન્ટમાં અંતિમ વખત જોવા મળશે

Wriddhiman Saha Announces Retirement: તાજેતરમાં જ ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડના સામે ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ભારતમાં રણજી ટ્રોફીની નવી સીઝન રમાઈ રહી છે, આ દરમિયાન ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha)એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. 40 વર્ષીય સાહાએ 17 વર્ષની પોતાની કારકિર્દીને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. શાનદાર વિકેટકીપરે 2007માં બંગાળ તરફથી રમતા ડેબ્યૂ કર્યું હતું અને તેણે નિર્ણય લીધો છે કે તેની અંતિમ મેચ પણ તેના રાજ્ય માટે જ હશે.

સાહા રણજી ટ્રોફી 2024-25ની વર્તમાન સીઝનની સમાપ્તિ બાદ ક્રિકેટ છોડી દેશે અને તેની બીજી ઇનિંગ શરૂ કરશે. સાહાએ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ક્રિકેટમાં શાનદાર સફર બાદ, આ મારી છેલ્લી સીઝન હશે. હું નિવૃત્તિ લેવા અગાઉ છેલ્લી વખત બંગાળ માટે રમવા બદલ સન્માનિત અનુભવું છું. હું સંન્યાસ લેવા અગાઉ માત્ર રણજી ટ્રોફી રમીશ. આવો આ સીઝનને યાદગાર બનાવીએ!”


રિદ્ધિમાન સાહાની ક્રિકેટ કારકિર્દી

રિદ્ધિમાન સાહાની ક્રિકેટ કારકિર્દી

રિદ્ધિમાન સાહાએ ભારતીય ટીમ માટે 40 ટેસ્ટ અને 9 વન-ડે મેચ રમી છે. રિદ્ધિમાને 40 ટેસ્ટ મેચોની 56 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 1353 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 6 અડધી સદી સામેલ છે. એ સિવાય આ ખેલાડીએ 9 વન-ડે મેચની 5 ઇનિંગ્સમાં 41 રન બનાવ્યા હતા. એ સિવાય સાહાએ 138 ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી છે. જેમાં તેના નામે 14 સદી અને 43 અડધી સદી સાથે 7013 રન છે.


IPLમાં ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો

IPLમાં ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો

જો તેના IPL કરિયરની વાત કરીએ તો રિદ્ધિમાન સાહા છેલ્લા 3 વર્ષથી ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો જોવા મળે છે. IPL 2024 બાદ આ ખેલાડીએ ગયા મહિને રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ સામે મેચ રમી હતી. જો કે, રિદ્ધિમાન આ મેચમાં વધુ કંઈ કરી શક્યો નહોતો અને 6 બૉલનો સામનો કર્યા બાદ તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. રિદ્ધિમાન સાહા IPLમાં 170 મેચ રમ્યો છે. જેમાં તેના નામે 2934 રન છે. આ દરમિયાન તેણે એક સદી અને 13 અડધી સદી ફટકારી છે. IPL ઈતિહાસમાં રિદ્ધિમાને 296 ફોર અને 87 સિક્સ ફટકાર્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top