અંબાણી પરિવારમાં ચિંતાનો માહોલ! પરિવારના વરિષ્ઠ સભ્ય અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરહોલ્ડરને કરાયા હોસ્પિટલમાં ભરતી! જાણો શું થયું?
દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની અચાનક તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે અંબાણી પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. શુક્રવારે તેમની તબિયત બગડતાં તેમને મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. અહીં ડોક્ટરોની ટીમ તેમની વિશેષ સંભાળ લઈ રહી છે. જો કે આ મામલે હજી સુધી હોસ્પિટલ કે અંબાણી પરિવારે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
મળતી માહિતી અનુસાર, 91 વર્ષીય કોકિલાબેનને શારીરિક નબળાઈ આવતાં તેમને હોસ્પિટલ લવાયા હતાં. હાલ. તેમના જરૂરી મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન, અંબાણી પરિવારના સભ્યોની હાજરી પણ જોવા મળી. અનિલ અને ટીના અંબાણીને કાલિના એરપોર્ટ પર જોવા મળ્યા, જ્યાંથી તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. તે જ સમયે, મુકેશ અંબાણી પણ તેમની કારમાં હોસ્પિટલની નજીક જોવા મળ્યા હતા. અંબાણી પરિવારના નજીકના સૂત્રો કહે છે કે પરિવાર સંપૂર્ણપણે એક છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારની હાલની પ્રાથમિકતા કોકિલાબેન અંબાણીના સ્વાસ્થ્યને સામાન્ય સ્થિતિમાં લાવવાની છે.
કોકિલાબેન અંબાણી દેશના સૌથી ધનિક પરિવારના વરિષ્ઠ સભ્ય છે. હાલમાં કોકિલાબેન તેમના મોટા દીકરા મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે મુંબઈના એન્ટિલિયામાં રહે છે. કોકિલાબેન અંબાણી પરિવારના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના 1.57 કરોડથી વધુ શેર છે. જેની કિંમત આશરે રૂ. 18000 કરોડ આંકવામાં આવી છે. તેમણે 1955માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ફાઉન્ડર ધીરૂભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતાં. તેમના ચાર બાળકો મુકેશ, અનિલ, નીના અને દીપ્તિ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp