અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ હોવા છતા પણ ન પહોંચ્યા આ બોલીવુડ સિતારાઓ, વિડિઓનાં માધ્યમથ

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ હોવા છતા પણ ન પહોંચ્યા આ બોલીવુડ સિતારાઓ, વિડિઓનાં માધ્યમથી જણાવ્યું કે......

01/23/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ હોવા છતા પણ ન પહોંચ્યા આ બોલીવુડ સિતારાઓ, વિડિઓનાં માધ્યમથ

ભગવાન રામલાલની પ્રાણ પ્રતિષ્ઠાની શુભ ઘડીએ પૂરો દેશ રામ નામમાં ડૂબેલો હતો. દેશની જાણીતી હસ્તીઓ પણ આમંત્રણને માન આપી અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં બોલિવૂડ સિતારાઓએ પણ હાજરી આપી હતી. આલિયા ભટ્ટ, કૈટરીના કૈફથી લઇને રણબીર કપૂર, રોહિત શેટ્ટી,  અમિતાભ બચ્ચન, રજનીકાંતથી લઇને બીજા અનેક લોકો આ શુભ અવસરે ત્યાં ઉપસ્થિત હતા. પરંતુ અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ આ પ્રસંગે હાજરી આપી શક્યા નહોતા. ગેસ્ટ લિસ્ટમાં બન્નેનું નામ સામેલ હતુ.


આ કારણે અક્ષય કુમાર ન આપી શક્યા હાજરી

આ કારણે અક્ષય કુમાર ન આપી શક્યા હાજરી

અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે એક કોલોબ્રેશન પોસ્ટ શેર કરી હતી. આ વિડીયો પોસ્ટના કેપ્શનમાં એક્ટર્સે લખ્યુ છે કે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસ પર તમને બધાને શુભકામનાઓ. જય શ્રી રામ. જો કે હવે આ સવાલ થાય છે કે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે આ કાર્યક્રમમાં કેમ હાજરી નથી આપી. તો બન્ને સ્ટાર્સ એમની અપકમિંગ ફિલ્મોમાં વ્યસ્ત છે. બન્ને સ્ટાર્સની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં અંતિમ ચરણમાં છે અને ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી ગઇ છે. એવામાં એક્ટર્સ પ્રમોશનમાં વ્યસ્ત છે.


અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે વિડીઓ દ્વારા ફેન્સને આપ્યો આ સંદેશ

અક્ષય કુમાર વિડીયોમાં કહે છે કે..હું અક્ષય કુમાર અને મારી સાથે મિત્ર ટાઇગર શ્રોફ, અમારા બન્ને તરફથી તમને બધાને જય શ્રી રામ. આજે પૂરી દુનિયામાં રામ ભક્તો માટે સૌથી મોટો દિવસ છે. ઘણાં વર્ષોની રાહ જોયા પછી એવો દિવસ આવ્યો છે કે રામલલા એમના ઘરે અયોધ્યામાં પોતાના ભવ્ય મંદિરમાં આવી રહ્યા છે. આગળ અક્ષય કુમાર કહે છે કે અમારા બન્ને તરફથી તમને અને તમારા પરિવારને આ પાવન દિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. જય શ્રી રામ.


View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)


આ ફિલ્મોમાં જોવા મળશે

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર આખરે મિશન રાનીગંજમાં નજરે પડ્યા હતા. ગયા વર્ષે અક્ષય કુમારની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઇ, જેમાં સેલ્ફી, ઓહ માય ગોડ 2 સામેલ છે. સેલ્ફી બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી નહીં, પરંતુ ઓએમજી 2 ફિલ્મને ફેન્સનો ખૂબ પ્રેમ મળ્યો. જલ્દી જ અક્ષય કુમાર વેલકમ ટૂ જંગલ અને હેરા ફેરી 3માં પણ  જોવા મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top