બોલીવુડ અને સાઉથમાં જાણીતી એવી આ અભિનેત્રી બંધાઈ લગ્નના બંધને, ગોવામાં યોજાયેલ લગ્નની શેર કરી ત

બોલીવુડ અને સાઉથમાં જાણીતી એવી આ અભિનેત્રી બંધાઈ લગ્નના બંધને, ગોવામાં યોજાયેલ લગ્નની શેર કરી તસવીરો અને કહ્યું,..., જાણો

02/22/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

બોલીવુડ અને સાઉથમાં જાણીતી એવી આ અભિનેત્રી બંધાઈ લગ્નના બંધને, ગોવામાં યોજાયેલ લગ્નની શેર કરી ત

જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહઇ ત્રણ વરસ એકબીજાને ડેટ કરીને તાજેતરમાં ​​બુધવારે લગ્નગ્રંથી જોડાયા. આ યુગલની લવસ્ટોરીની શરૂઆત લોકડાઉનમાં થઇ હતી. તેમની ઓળખાણ એક કોમન મિત્ર દ્વારા થઇ હતી. આ પછી તેમની મુલાકાતો વધતી ગઇ હતી. 2021માં જેકીએ સોશયલ મીડિયા પર પોતાના પ્રેમનો એકરાર પણ કરી લીધો હતો. રકુલ પ્રીતે પોતાના જન્મદિવસે જૈકી સાથેની એક તસવીર  શેર કરીને પોતાના દિલની વાત કરી હતી. 


ગોવામાં આનંદ કારજ રિવાજ મુજબ લગ્ન કર્યા

ગોવામાં આનંદ કારજ રિવાજ મુજબ લગ્ન કર્યા

બોલિવૂડમાં આ ફેમસ કપલે બુધવારે શીખ રીતિ-રિવાજથી આનંદ કારજ કર્યા. બાદ મુજબ ગોવામાં લગ્ન બંધને બંધાયા છે. રકુલ પ્રીત સિંહ શીખ હોવાથી આ શીખ રિવાજથી તેમજ જેકી સિંધી હોવાથી સિંધી રીતિ-રિવાજ પ્રમાણે પણ લગ્ન કર્યા છે. તેમની પ્રી-વેડિંગ સેરેમની પણ ગોવામાં યોજાઈ હતી, જેના માટે બંને ત્રણ દિવસ પહેલા જ ગોવા પહોંચી ગયા હતા. 


લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી

 રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પોતાના લગ્નની ઘણી ખાસ તસવીરો ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. લગ્નની તસવીરો શેર કરતી વખતે, રકુલ પ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું- અત્યારે અને હંમેશા માટે મારો. હવે બંને ભગનાની.” શેર કરેલી પહેલી તસવીરમાં જેકી ડાર્ક ચશ્મા પહેરેલો જોવા મળે છે. રકુલ અને જેકી બંને એકબીજાના હાથ પકડેલા જોવા મળે છે. અને બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાય છે. લગ્નની આ સામે તસવીરોમાં રકુલ અને જેકી સુંદર લાગી રહ્યા છે. લગ્નની તસવીર સામે આવતાની સાથે જ ફેન્સ અને ફિલ્મ સ્ટાર્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે.


View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)


ભવ્ય રિસેપ્શનનું કરશે આયોજન

ભવ્ય રિસેપ્શનનું કરશે આયોજન

આ લગ્ન સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને આદિત્ય-અનન્યા, શાહિદ કપૂર-મીરા રાજપૂત, વરુણ ધવન-નતાશા દલાલ, શિલ્પા શેટ્ટી, અર્જુન કપૂર, ડેવિડ ધવન, ભૂમિ પેડનેકર, એશા દેઓલ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. ગોવામાં લગ્ન કર્યા બાદ આ કપલ બોલિવૂડ સેલેબ્સ માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top