ભાજપને મોટો ફટકો! 4 વખત ધારાસભ્ય રહી ચુકેલા આ ભાજપ નેતાએ પકડ્યો કોંગ્રેસનો હાથ, આ બેઠક પર BJPની

ભાજપને મોટો ફટકો! 4 વખત ધારાસભ્ય રહી ચુકેલા આ ભાજપ નેતાએ પકડ્યો કોંગ્રેસનો હાથ, આ બેઠક પર BJPની મુશ્કેલીઓ વધાડશે

11/28/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપને મોટો ફટકો! 4 વખત ધારાસભ્ય રહી ચુકેલા આ ભાજપ નેતાએ પકડ્યો કોંગ્રેસનો હાથ, આ બેઠક પર BJPની

ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે અને તમામ પાર્ટીએ વધુમાં વધુ વોટ મેળવવાના લક્ષ્યથી જોરશોરમાં પ્રચાર કરી રહી છે. આ દરમિયાન હજી પણ પક્ષપલટાનો ટ્રેન્ડ ચાલી જ રહ્યો છે. ગુજરાતના ચાર વખત ધારાસભ્ય રહી ચુકેલા અને ભાજપના વરિષ્ઠ નેતા કોંગ્રેસમાં જોડાતા ભાજપને ઝાટકો લાગ્યો છે. જાણો કોણ છે આ નેતા અને શા માટે તેમણે આ પગલું ભર્યું?


સિદ્ધપુરમાં તેમણે કોંગ્રેસને સમર્થન કર્યું

ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ પોતાના કાર્યકરો સાથે કોંગ્રેસના કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખાડગેની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. થોડા સમય પહેલા જ જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યુ હતુ, ત્યારે આ નારાજ નેતા કોંગ્રેસમાં જોડાશે એવા એંધાણ સામે આવ્યા હતા. ગઈકાલે સિદ્ધપુરમાં તેમણે કોંગ્રેસને સમર્થન કર્યું હતું, જેનાથી ભાજપને મોટો ફટકો પડી શકે છે. સિદ્ધપુર બેઠક પરથી તેમની ટિકિટ કપાતા તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.


તેમની આશાને ફટકો આપ્યો

તેમની આશાને ફટકો આપ્યો

ગુજરાતના આરોગ્ય મંત્રી રહેલા વ્યાસને આશા હતી કે આ વખતે ભાજપ તેમને ટિકિટ આપશે. જો કે, આ વખતે પણ પાર્ટીએ તેમની આશાને ફટકો આપ્યો હતો. ગત રવિવારે તેઓ સિદ્ધપુરના વામૈયા ગામે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં જાહેરસભામાં પણ પહોંચ્યા હતા. 2017 પહેલા તેઓ સતત 4 વખત સિદ્ધપુરના ધારાસભ્ય હતા.


તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા

તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા

વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યા બાદ તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા. વ્યાસનું કોંગ્રેસમાં સ્વાગત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાજ્યમાં પરિવર્તન લાવવાને બદલે તેઓએ (ભાજપ) 6 વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલ્યા. મતલબ કે તેઓએ (ભાજપ સરકારે) રાજ્યમાં કોઈ કામ કર્યું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top