'લોકશાહી ન હોય ત્યાં...', ખડગેને G-20ના ડિનર માટે આમંત્રણ ન મળતા વિપક્ષ ગુસ્સે ભરાયું

'લોકશાહી ન હોય ત્યાં...', ખડગેને G-20ના ડિનર માટે આમંત્રણ ન મળતા વિપક્ષ ગુસ્સે ભરાયું

09/09/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

'લોકશાહી ન હોય ત્યાં...', ખડગેને G-20ના ડિનર માટે આમંત્રણ ન મળતા વિપક્ષ ગુસ્સે ભરાયું

દિલ્હીમાં G-20 સમિટની આજથી ભવ્ય શરૂઆત થઇ છે. દેશ-દુનિયાના દિગ્ગજો અને રાજનેતાઓ આ સમિટમાં હાજરી આપવા માટે ગઈકાલે ભારત પહોંચ્યા હતા.  આજે દિલ્હી ખાતે ડિનરમાં કેબિનેટ મંત્રી, વિદેશી પ્રતિનિધી સાંસદો અને મંત્રીઓ સહિત દેશના કેટલાક પૂર્વ સીનિયર નેતાઓ પણ સામેલ થશે. બીજી તરફ વિપક્ષને ડિનરમાં આમંત્રણ મળ્યું નથી. જેને લઇ વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે. આ માટે ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર પ્રહાર કરતા એક કવિતા શેર કરી હતી. આ મામેલ આજે  ચિદમ્બરમે સરકાર પર પ્રહાર કર્યો હતો.


ચિદમ્બરના સરકાર પર પ્રહાર

ચિદમ્બરમે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, હું કલ્પના નથી કરી શકતો કે ભારત જેવા લોકતાંત્રિક દેશની સરકાર વિપક્ષના નેતાને વિશ્વના નેતાઓ માટેના યોજાયેલા સ્ટેટ ડિનરના આમંત્રણ માંથી કેવી રીતે બાકાત કરી શકે. આ ફક્ત એવા દેશોમાં જ થઈ શકે છે જ્યાં લોકશાહી ના હોય. મને આશા છે કે, INDIA એટલે કે ભારત હજુ એવી સ્થિતિમાં નથી પહોંચ્યું કે જ્યાં લોકશાહી અને વિપક્ષનું અસ્તિત્વ ખતમ થઈ જાય.મલ્લિકાર્જુન ખડગેએ કવિતા શેર કરી હતી

મલ્લિકાર્જુન ખડગેએ કવિતા શેર કરી હતી

G-20 સમિટના ડિનરના આમંત્રણ પત્ર પર પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે જેના પર રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ બાબતે ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર પ્રહાર કરતા એક કવિતા શેર કરી હતી. તેમણે લખ્યુ હતું કે મોદી સરકાર ગઠબંધન I.N.D.I.Aથી ડરી ગયા છે. ભારત અને INDIA બંને શબ્દો સંવિધાનના અટૂટ અંગ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top