BREKING: આ દિગ્ગજ એક્ટરને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત
લેજન્ડરી એક્ટર મિથુન ચક્રવાર્તીને ઇન્ડિયન સિનેમામાં તેમના યોગદાન માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. એક્ટરને આ એવોર્ડ 8 ઓક્ટોબર 2024ના રોજ 70માં નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સેરેમની દરમિયાન આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્ટરને આ સન્માન આપવાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, કોલકાતાના રસ્તાઓથી સિનેમાની દુનિયામાં ઊંચાઈ સ્પર્શવા સુધી. મિથુન દાની સિનેમાઈ જર્નીએ દરેક જનરેશનને ઇસ્પાયર કરી છે. હું આ જાહેરાત કરતા ગૌરવાન્વિત અનુભવી રહ્યો છું કે દાદાસાહેબ ફાળકે સિલેક્શન જૂરીએ મિથુન ચક્રવાર્તીને ઇન્ડિયન સિનેમામાં તેમના મહત્ત્વના યોગદાન માટે સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
મિથુનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જર્ની ઇન્સ્પિરેશનલ રહી છે. તેમની હિટ ફિલ્મોમાં ડિસ્કો ડાન્સર, અગ્નિપથ સામેલ છે. કોલકાતામાં જન્મેલા મિથુન વ્યવસાયે એક્ટર, પ્રોડ્યુસર અને પોલિટિશિયન છે. એક્ટર 350 કરતા વધુ ફિલ્મોમાં નજરે પડ્યા છે. તેમાં હિન્દી, બંગાળી, તામિલ, તેલુગુ, કન્નડ, પંજાબી ફિલ્મો સામેલ છે. વર્ષ 1977માં ફિલ્મ Mrigayaaથી મિથુને એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલી જ ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp