આધાર કાર્ડે તો જબરું જાદુ કર્યું! પાંચ વર્ષ પહેલા ખોવાઈ ગયેલા બે બાળકો પરિવારને પાછા મળ્યા! કોઈ ફિલ્મી સ્ટોરી જેવો કિસ્સો
Aadhar Card did magic: ઘણીવાર સત્યઘટનાઓ કલ્પના કરતા પણ વધુ મસાલેદાર હોય છે. આવો જ એક કિસ્સો હમણાં તેલંગાણાથી સામે આવ્યો છે. આ આખી સ્ટોરી કોઈ ફિલ્મી કથાના પ્લોટ જેવી લાગે છે. તેલંગાણાના એક અનાથાશ્રમમાં 10 વર્ષથી રહેતા બે બાળકોને આખરે તેમના માતા-પિતા મળી ગયા છે. આ બંને બાળકોના માતા-પિતા તેમના આધાર કાર્ડના કારણે શોધી શકાયા હતા. વાસ્તવમાં આ બાળકોનું આધાર કાર્ડ પહેલેથી જ બની ગયું હતું. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે અનાથાશ્રમમાં તેમના આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ.
અનાથાશ્રમ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, તેલંગાણાના કોટ્ટપ્પાકોંડા, પલાનાડુમાં રહેતા દંપતી નાગેન્દ્ર અને શ્રીનુને રાજુ અને ઈમેન્યુઅલ નામના બે બાળકો છે. આ બંને માનસિક રીતે પાગલ છે. વાત દસેક વર્ષ પહેલાની છે. એક દિવસ વાળનો ધંધો કરતા નાગેન્દ્રના આ બે પુત્રો રડવા લાગ્યા, જેથી તેની પત્નીએ નજીકની દુકાનમાંથી કંઈક ખરીદીને તેને ખાવા માટે પૈસા આપીને બહાર મોકલી દીધા, પરંતુ આ બંને બાળકો રસ્તો ભૂલી ગયા. એ પછી કોઈકે એમને ભટકતી હાલતમાં જોયા. એટલે બન્નેને અનાથાશ્રમમાં મોકલી દીધા.
આ તરફ નાગેન્દ્ર અને તેની પત્ની બાળકોને શોધીને થાકી ગયા, અને અંતે કાળજાના ટુકડાઓને પાછા મેળવવાની આશા ગુમાવી દીધી.
એ દરમિયાન અનાથાશ્રમમાં રહેતા બાળકોના આધાર નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં આ બંને બાળકોના ફિંગરપ્રિન્ટ્સ સ્કેન કરવામાં આવતાં જ ખબર પડી કે બંનેના આધાર કાર્ડ પહેલેથી જ બની ચૂક્યા છે. આ માહિતી સામે આવ્યા બાદ અનાથાશ્રમના મેનેજમેન્ટને આ બાળકોના એડ્રેસ મળી ગયા. બંને સાચા ભાઈ હોવાનું બહાર આવ્યું હતું.
આ પછી, અનાથાશ્રમ મેનેજમેન્ટે આધારમાં આપેલા મોબાઈલ નંબરના આધારે આ બાળકોના માતા-પિતાને જાણ કરી. બાળકોના પિતાએ કહ્યું કે એક સમયે તેમને અનાથાશ્રમ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પર વિશ્વાસ નહોતો. આ છતાં, તેમણે કહ્યું કે એક વખત અનાથાશ્રમમાં જઈને તેને જોવામાં કોઈ નુકસાન નથી. આ પછી બંને પતિ-પત્ની અનાથાશ્રમ પહોંચ્યા. ત્યાં તેમના બે બાળકો સાથે સામસામે આવતાં જ ચારેય લોકો અવાચક થઈ ગયા હતા. જરૂરી ઔપચારિકતા પૂરી કરીને નાગેન્દ્ર તેના બાળકો સાથે ઘરે પરત ફર્યા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp