બે સૈન્ય હેલિકોપ્ટરની હવામાં જ ટક્કર થતા ભયાનક દુર્ઘટના સર્જાઈ; આટલા ક્રૂ મેમ્બરના મોત! જુઓ વિડિઓ
Two helicopters crash in Malaysia: મલેશિયામાં રોયલ મલેશિયન નૌકાદળના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બે સૈન્ય હેલિકોપ્ટરની હવામાં જ ટક્કર થતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
આ રિહર્સલ લુમુતના રોયલ મલેશિયન નૌકાદળ સ્ટેડિયમ (Royal Malaysian Navy Stadium in Lumut)માં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે ક્રેશ થતાં જોઈ શકાય છે. આ બે હેલિકોપ્ટર Fennec M502-6 અને HOM M503-3 હતા. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થઈને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું હતું.
Malaysia Helicopters crashed into each otherInitial reports suggest that there were no survivors pic.twitter.com/zfTeDUz2zk — 🎗️🇮🇱 🇲🇾🔺 (@IronZionMan) April 23, 2024
Malaysia Helicopters crashed into each otherInitial reports suggest that there were no survivors pic.twitter.com/zfTeDUz2zk
નૌકાદળે આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. આ ઘટના સ્થાનિક સમય અનુસાર આજે સવારે 9.32 વાગ્યે બની હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મલેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જો કે આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp