Maharashtra Political Crisis: "હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું પરંતુ....." - ઉ

Maharashtra Political Crisis: "હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું પરંતુ....." - ઉદ્ધવ ઠાકરે, હિન્દુત્વને લઈને પણ જણાવી આ વાત

06/22/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

Maharashtra Political Crisis:

નેશનલ ડેસ્ક : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકાર મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. ઝડપથી બદલાતી ઘટનાઓ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાંજે ફેસબુક લાઈવ થયા હતા. તેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને સત્તાનો કોઈ લોભ નથી. તેમણે મરાઠી ભાષામાં લાઈવમાં કર્યું હતું અને કહ્યું હતું  કે જો શિવસૈનિકો મારાથી નારાજ છે તો હું રાજીનામું આપવા તૈયાર છું.


હું સીએમ પદ છોડવા તૈયાર છું: ઉદ્ધવ

સીએમ ઉદ્ધવે કહ્યું કે જો મારા જ લોકો મને મુખ્યમંત્રી તરીકે ન ઈચ્છે તો મારે શું કરવું જોઈએ? મને ખબર નથી કે તેઓ મને પોતાનો માને છે કે નહીં. તેમણે મારી સામે આવીને કહેવું જોઈએ કે,"તમે મુખ્યપ્રધાન પદ સંભાળી શકતા નથી અને તમારે મુખ્યમંત્રી પદ છોડવું જોઈએ.' તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે,' જો એક પણ વ્યક્તિ સામે આવીને કહેશે કે મુખ્યમંત્રી પદ પરથી હટી જાઓ, તો હું પોતે જ રાજીમાનું આપી દઈશ.'


શિવસેના પક્ષના પ્રમુખ પદ છોડવા માટે તૈયારઃ ઠાકરે

શિવસેના પક્ષના પ્રમુખ પદ છોડવા માટે તૈયારઃ ઠાકરે

તેમણે પોતાના લાઈવ વિડીયોમાં કહ્યું કે જે લોકો માનતા હોય કે આજની શિવસેના પહેલા જેવી નથી, તેમણે જાણવું જોઈએ કે આજની શિવસેના પણ બાળાસાહેબની શિવસેના જ છે અને તેમાં કોઈ પણ બદલાવ આવ્યો નથી. મારું રાજીનામું તૈયાર છે અને જે ધારાસભ્યો મહારાષ્ટ્ર છોડી ચાલ્યા ગયા છે  અથવા જેઓ ગુમ થયા છે, તેઓ પાછા આવે અને મારું રાજીનામું લઇ જાય. ત્યારબાદ વધુના કહ્યું કે હું પણ ત્યાં આવવા તૈયાર છું. મારી કોઈ મજબૂરી નથી અથવા કોઈ પણ પ્રકારની લાચારી નથી. હું પડકારોનો સામનો કરવા તૈયાર છું. હું મંત્રી પદ અને શિવસેનાનું અધ્યક્ષ પદ બંને છોડવા માટે તૈયાર છું. શિવસેનાનો અન્ય કોઈ નેતા રાજ્યનો મુખ્યમંત્રી બને તો તેને પણ ગમશે.


શિવસેના હિન્દુત્વ અને હિન્દુત્વ શિવસેનાથી અલગ નથી: ઉદ્ધવ

શિવસેના હિન્દુત્વ અને હિન્દુત્વ શિવસેનાથી અલગ નથી: ઉદ્ધવ

ઉદ્ધવે હિન્દુત્વને લઈને કહ્યું કે," શિવસેના અને હિન્દુત્વ મિશ્રિત છે. શિવસેના અને હિન્દુત્વને અલગ કરી શકાઈ નહિ. હિન્દુત્વ અમારો શ્વાસ છે અને આ બાબાસાહેબે કહ્યું હતું. હિન્દુત્વ માટે શું કર્યું છે તે કહેવાનો આ સમય નથી. હિંદુત્વ અંગે વિધાનસભામાં બોલનાર હું પ્રથમ મુખ્યમંત્રી છું. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બાળાસાહેબની શિવસેના નથી રહી. એવું તો મેં શું કર્યું કે આ સવાલો ઉઠી રહ્યા છે. બાળાસાહેબનું 2012માં નિધન થયું હતું. 2014માં અમે એકલા હાથે ચૂંટણી લડ્યા હતા અને  63 ધારાસભ્યો જીતીને બહાર આવ્યા હતા. અમે તે સમયે પણ હિંદુ હતા અને અત્યારે પણ હિંદુ જ છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top