ઝેલેન્સ્કીએ કહ્યું : રશિયા આખા યુરોપને ગળી જશે, લશ્કરી સમર્થન ન આપવા બદલ નાટો પર ભડક્યા!

ઝેલેન્સ્કીએ કહ્યું : રશિયા આખા યુરોપને ગળી જશે, લશ્કરી સમર્થન ન આપવા બદલ નાટો પર ભડક્યા!

03/05/2022 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ઝેલેન્સ્કીએ કહ્યું : રશિયા આખા યુરોપને ગળી જશે, લશ્કરી સમર્થન ન આપવા બદલ નાટો પર ભડક્યા!

વર્લ્ડ ડેસ્ક: છેલ્લા લગભગ દસેક દિવસથી જંગે ચડેલા રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ કોઈ સમાધાન નીકળી શક્યું નથી અને રશિયન સેના સતત યુક્રેનની રાજધાની તરફ આગેકૂચ કરી રહી છે. જોકે, રશિયાએ બે શહેરોમાં થોડા કલાકો માટે યુદ્ધવિરામ જાહેર કર્યું છે પરંતુ તે થોડા કલાકો માટે જ હશે. આ સિવાયના અન્ય શહેરોમાં હુમલાઓ ચાલુ જ રહ્યા છે.


યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલીડીમીર ઝેલેન્સ્કી સતત સોશિયલ મીડિયા કે ટેલિવિઝન સંબોધનના માધ્યમથી દેશ-દુનિયાને જાણકારી આપી રહ્યા છે. આજે તેમણે યુરોપના લોકોને સંબોધિત કર્યા હતા.

‘જો યુક્રેન નહીં બચે તો આખું યુરોપ નહીં બચશે.’ તેમ કહીને ઝેલેન્સ્કીએ યુરોપના લોકોને યુક્રેનનું સમર્થન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, યુક્રેન જો નહીં બચ્યું તો આખું યુરોપ પડી ભાંગશે. તેમણે રશિયા પર પરમાણુ આતંકનો સહારો લેવાનો અને ચર્નોબિલ આપદાને પુનરાવર્તિત કરવાનો ઈરાદો રાખતું હોવાનો આરોપ લગાવ્યો હતો.


ઝેલેન્સ્કી પોલેન્ડ ભાગી ગયા?

ઝેલેન્સ્કી પોલેન્ડ ભાગી ગયા?

રશિયન મીડિયા અને રશિયન સરકારના નેતાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી પોલેન્ડ ભાગી ગયા છે. ત્યારબાદ આ મામલે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઇ ગઈ હતી. કેટલાક રિપોર્ટ અનુસાર એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે ઝેલેન્સ્કીએ અમેરિકાની ઓફર સ્વીકારી લીધી હતી અને દેશ છોડીને ભાગી ચૂક્યા છે. તેમજ ક્યાંક તેઓ બીજી માર્ચે યુક્રેન છોડી ગયા હોવાની વાતો પણ ચાલી હતી.

જોકે, ઝેલેન્સ્કીએ આ દાવા નકારી કાઢીને પોતે યુક્રેનમાં જ છે તે સાબિત કરવા માટે પોતાની ઓફિસમાંથી એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું, “હું કિવમાં જ છું. અહીં કામ કરી રહ્યો છું. કોઈ ભાગ્યું નથી.”


નાટોએ રશિયન હુમલાને ગ્રીન સિગ્નલ આપવાનું કામ કર્યું છે : ઝેલેન્સ્કી

નાટોએ રશિયન હુમલાને ગ્રીન સિગ્નલ આપવાનું કામ કર્યું છે : ઝેલેન્સ્કી

ઝેલેન્સ્કી નાટો પર પણ ભડકી ઉઠ્યા હતા અને કહ્યું કે તેઓ આમ કરીને રશિયન હુમલાઓને યોગ્ય ઠેરવવાનું કામ કરી રહ્યા છે. તેમણે એક વિડીયોમાં કહ્યું કે, “રશિયા હુમલા કરશે તે જાણવા છતાં અને તેમાં લોકો માર્યા જશે તે જાણવા છતાં નાટોએ જાણીજોઈને યુક્રેનને નો ફ્લાય ઝોન ઘોષિત નહીં કર્યું. નાટોએ યુક્રેની શહેરો અને ગામોમાં રશિયન સેનાના બોમ્બમારા માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.”

નોંધવું જોઈએ કે શુક્રવારે નાટોએ રશિયાનો બોમ્બમારો રોકવા માટે નો ફ્લાય ઝોન ઘોષિત કરવાની યુક્રેનની દલીલો ફગાવી દીધી હતી અને નાટો પ્રમુખે કહ્યું હતું કે આમ કરવાથી પરમાણું હથિયારો ધરાવતા રશિયા સાથે યુરોપમાં યુદ્ધ ફાટી નીકળશે અને જેમાં અનેક દેશો સામેલ થઇ જશે તો તે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરશે.


અમેરિકાએ કહ્યું: જો આમ કરીશું તો આખા યુરોપમાં યુદ્ધ ફાટી નીકળશે

અમેરિકાએ પણ નાટોના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. અમેરિકી વિદેશ મંત્રીએ યુક્રેન પર 'નો ફ્લાય ઝોન'ની માંગને રદ કરતા કહ્યું કે, "યુક્રેન પર નો ફ્લાય ઝોન ઘોષિત કરવું એનો અર્થ એવો થાય કે નાટો સૈન્યના વિમાનો રશિયન વિમાનો સામે લડશે. જો આવું થયું તો યુરોપમાં એક ભયાનક યુદ્ધ શરૂ થઇ જશે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top