રેલવે પ્લેટફોર્મ પર જ ફરી વળી ટ્રેન, યાત્રીઓમાં નાસભાગ મચી, તપાસ હાથ ધરાઈ, જુઓં વિડિઓ
ઉત્તરપ્રદેશ ના મથુરા જંક્શન પર મોડી રાતે એક ભયંકર ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. શકૂર બસ્તીથી આવતી એક EMU ટ્રેન મથુરા રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ પર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
मथुरा में पैसेंजर ट्रेन का इंजन प्लेटफॉर्म पर ही चढ़ गया।#Mathura #platform #TRAIN #mathurajunction pic.twitter.com/4DzTm3PKod — Satyam Mishra/सत्यम् मिश्र (@satyammlive) September 26, 2023
मथुरा में पैसेंजर ट्रेन का इंजन प्लेटफॉर्म पर ही चढ़ गया।#Mathura #platform #TRAIN #mathurajunction pic.twitter.com/4DzTm3PKod
મથુરા સ્ટેશનના નિર્દેશક એસ.કે. શ્રીવાસ્તવે કહ્યું કે તમામ યાત્રીઓ પહેલાંથી જ ટ્રેનમાંથી ઊતરી ગયા હતા જેના લીધે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જોકે હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે આ ટ્રેન શકુર બસ્તીથી આવે છે. ટ્રેન રાતે 10:49 વાગ્યે પહોંચી હતી. તમામ યાત્રીઓ ટ્રેનથી ઉતરી ગયા હતા. જોકે દુર્ઘટનાના સમયે પ્લેટફોર્મ પર હાજર યાત્રીઓમાં ફફડાટ મચી ગયો હતો.
આ મામલે સ્ટેશનના નિર્દેશકે કહ્યું કે અચાનક જ ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી આવતાં નાસભાગ મચી ગઈ હતી. આ મામલે દુર્ઘટનાના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. અપલાઈનમાં અમુક ટ્રેનોને અસર પણ થઇ હતી. હાલમાં ટ્રેનને પ્લેટફોર્મથી હટાવવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન હટાવ્યાં બાદ અપ લાઈનની ગાડીઓની અવર-જવર ફરી શરૂ થઇ શકશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp