વરુણને બેન્કર બનાવવા માગતા હતા ડેવિડ ધવન, જણાવ્યું પુત્રને કયા એક્ટરથી લાગતી હતી ઇનસિક્યૉરિટી?

વરુણને બેન્કર બનાવવા માગતા હતા ડેવિડ ધવન, જણાવ્યું પુત્રને કયા એક્ટરથી લાગતી હતી ઇનસિક્યૉરિટી?

07/31/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

વરુણને બેન્કર બનાવવા માગતા હતા ડેવિડ ધવન, જણાવ્યું પુત્રને કયા એક્ટરથી લાગતી હતી ઇનસિક્યૉરિટી?

બોલિવુડ એક્ટર વરુણ ધવને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર’થી કરી હતી. ફિલ્મમાં વરુણ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ પણ હતી. ત્રણેયના જ કરિયરને આ ફિલ્મથી શાનદાર ટેકઓફ મળ્યું હતું. ત્રણેયની બોન્ડિંગ પણ ખૂબ ખાસ રહી, પરંતુ એ સમયે ત્રણેયના સંબંધ એટલા પણ સારા નહોતા. વરુણને સિદ્ધાર્થથી ઇનસિક્યૉરિટી થતી હતી. આ વાતનો ખુલાસો વરુણના ફિલ્મ મેકર પિતા ડેવિડ ધવને કર્યો છે.


વરુણને બેન્કર બનાવવા માગતા હતા:

વરુણને બેન્કર બનાવવા માગતા હતા:

વરુણે સ્ટુડન્ટ ઓફ ધ યર અગાઉ કરણ જોહરને માય નેમ ઇઝ ખાન ફિલ્મ દરમિયાન આસિસ્ટ કર્યો હતો. ડેવિડે અરબાજ ખાનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, કેવી રીતે વરુણે પોતે કરણને અપ્રોચ કર્યો હતો, જેથી તે તેને ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરે. જ્યારે ડેવિડ અને તેની પત્ની કરુણા ધવનને લાગતું હતું કે તે બેન્કર તરીકે સારું કામ કરી શકે છે. ડેવિડે કહ્યું કે, વરુણ વિદેશથી ભણીને આવ્યો અને મેં પૂછ્યું કે તું જીવનમાં કરવા શું માગે છે? વરુણે કહ્યું, આજકાલ દરેક બેંકની નોકરી કરી રહ્યું છે. આપણે ક્યારે ફિલ્મો બાબતે વાત નથી કરી, પરંતુ અચાનક વરુણ, કરણ જોહર પાસે ગયો અને કહ્યું કે, હું તમને આસિસ્ટ કરવા માગું છું. જાહેર છે કરણ અમારા પરિવારને સારી રીતે જાણતો હતો અને એ લોકો માય નેમ ઇઝ ખાન પર કામ કરવા માટે વિદેશ જતા રહ્યા. કેમેરામેન રવિ ચંદ્રન જ હતા, જેમણે કરણને તેના પર નજર રાખવા કહ્યું હતું.


સિદ્ધાર્થથી થયો ઇનસિક્યોર:

સિદ્ધાર્થથી થયો ઇનસિક્યોર:

તેની સાથે જ ડેવિડે જણાવ્યું કે, કેવી રીતે વરુણને સિદ્ધાર્થથી ઇનસિક્યૉરિટી થવા લાગી હતી. તેમણે કહ્યું કે, કરણ અમારા ઘરે આવ્યો અને કહ્યું કે તે વરુણ લોન્ચ કરવા માગે છે અને આ બધાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મળીને એક ફોટોશૂટ પણ કર્યો. સ્ટુડન્ટ ઓફ ધ યરની શૂટિંગના સમયે ડેવિડ મોટા ભાગે સેટ પર રહેતા હતા. તેમણે યાદ કરતા કહ્યું કે, હું તેમની સાથે હતો અને થોડા દિવસ તો વરુણ ખૂબ પરેશાન પણ રહેતો હતો. ત્યારે મેં વરુણને કહ્યું કે 2 હીરોવાળી ફિલ્મોમાં એવી વસ્તુઓ થાય છે. સાંભળ દીકરા તું ખૂબ સારો છે. તારો આત્મવિશ્વાસ કંઇક અલગ જ છે. ડર નહીં, આગળ વધ. વરુણના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટરની જલદી જ ભેડિયા 2 ફિલ્મ આવવાની છે. તે સિટાડેલ હની બનીથી OTT ડેબ્યૂની પણ તૈયારી કરી રહ્યો છે. તેમાં તેની સાથે સમાંથા રૂથ પ્રભુ હશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top