Video: પુત્રી રાશા સાથે રવીના ટંડન પહોંચી સોમનાથ દાદાના ચરણે , 'મે આ માટે પરમિશન લીધી...',જાણો કેમ આવું કહ્યું?
રવિના ટંડન સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર દર્શન કરવા માટે પહોંચી. તેની સાથે તેની પુત્રી રાશા થડાની પણ જોવા મળી. જે આજકાલ પોતાના ડેબ્યુને લઈને ચર્ચામાં છે. રવીનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં મહાદેવ દર્શન અને પૂજા કરતા જોવા મળે છે. અત્રે જણાવવાનું કે હાલ રવીના પોતાની અપકમિંગ વેબસિરીઝ કર્મા કોલિંગને લઈને ચર્ચામાં છે.
પોતાની નવી વેબ સિરીઝ કર્મા કોલિંગની રિલીઝ પહેલા રવિનાએ પુત્રી રાશા સાથે પૂજા અર્ચના કરી અને ભગવાનના આશીર્વાદ લીધા. રવીના સાથે તેની ટીમ પણ હાજર હતી. રવીનાની આ પોસ્ટમાં આ ટ્રીપની ખુબસુરત ઝલક જોવા મળી રહી છે જ્યાં મંદિરથી બહાર અને અંદરનો નજારો પણ જોવા મળી રહ્યો છે. માતા અને પુત્રી બંને ટ્રેડિશનલ લુકમાં છે અને બંનેએ માથા પર ચંદનનો ટીકો કરેલો છે.
રવીનાએ આ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે સોમનાથ! ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् || हर हर महादेव! આ સાથે જ તેણે લખ્યું છે કે આ તસવીરો સોમનાથ મંદિર ટ્રસ્ટ પાસેથી પરમિશન લીધા બાદ શેર કરાઈ છે. રવીનાની આ પોસ્ટ પર લોકો સતત હર હર મહાદેવનો જયકાર લગાવતા જોવા મળી ર હ્યા છે.
View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon)
A post shared by Raveena Tandon (@officialraveenatandon)
વેબ સિરીઝ કર્મા કોલિંગની વાત કરીએ તો તે આ મહિનાની 26 જાન્યુઆરીએ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત રવીના વેલકમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિક્વલ વેલકમ ટુ ધ જંગલમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય અક્ષયકુમાર, દિશા પટણી, અરશદ વારસી, શ્રેયસ તળપદે, સંજય દત્ત, જેક્લીન ફર્નાન્ડિઝ, જોની લિવર, રાજપાલ યાદવ પણ જોવા મળશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp